ઇંગ્લેન્ડ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં, ન્યૂઝીલેન્ડને સાત વિકેટે આપ્યો પરાજય

નવી દિલ્હી : ટી-20 વર્લ્ડકપની પ્રથમ રમાયેલ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે સાત વિકેટે ન્યૂઝીલેન્ડને પરાજય આપી ફાઇલમાં પ્રવેશ કરી લીધો છે. આમ, ભારત અને વેસ્ટ ઇન્ડિંઝ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલમાં જે ટીમ જીતશે તેની સાથે 3જી એપ્રિલે ફાઇનલ રમશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 153 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે 17.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી સેમિફાઇનલ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી રોયે સૌથી વધુ 79 રન કર્યા હતા. જ્યારે બટલર 32 અને રૂટ 27 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટી-20 વર્લ્ડ કપની પહેલા સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમ બુધવારે આમને-સામને હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરનાં અંતે 8 વિકેટનાં નુકસાને 153 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને હવે ફાઇનલમાં પહોંચવા માટે 154 રનની જરૂર છે. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ગપ્ટિલની ગઇ હતી. ગપ્ટિલ વિલેની વિકેટ વિકેટ પાછળ 15 ન પર કેચ આઉટ થયો હતો.

ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી કીવી ટીમે કોલિન મુનરો (46), કેપ્ટન કેન વિલિયમસન (32) અને કોરી એડંરસન (28) રનની ઇનિંગના લીધે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 153 રન બનાવ્યા. ઇગ્લેંડ તરફથી બેન સ્ટોક્સે ત્રણ વિકેટ ઝડપી જ્યારે મોઇન અલી, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન અને લિએમ પ્લંકેટે એક-એક વિકેટ ઝડપી હતી.

વિલિયમસને મોઇન અલીએ પોતાનાં બોલમાં કેચ આઉટ કર્યો હતો. વિલિયમસને 32 રન બનાવ્યા હતા. મુનરોએ ટીમનાં માટે મહત્વનું કામ કર્યું હતું. જો કે તે અર્ધશતક ચુકી ગયો હતો. 46 રન પર તે પ્લંકેટના બોલમાં મોઇનઅલીનાં હાથે કેચ આઉટ થયો હતો. કોરી એન્ડરસને 28 રન બનાવ્યા હતા અને બેનસ્ટોકનાં હાથે આઉત થયો હતો. રોસ ટેલર કાંઇ ખાસ કરી શક્યો નહોતો અને 6 રન પર જ જોર્ડનનો શિકાર બન્યો તો. રોચીને બેન સ્ટોક્સે 3 રન પર આઉટ કર્યો હતો. સાંતનરને સ્ટોક્સે 7 રન પર આઉટ કર્યોહ તો. એલિયટે 7 જ્યારે મેકલેઘને એક રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ઇંગ્લેન્ડની તરફથી બેન સ્ટોક્સ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

You might also like