ઈંગ્લેન્ડના ઓપનરોએ રેકોર્ડ સર્જી શ્રીલંકાને ૧૦ વિકેટે કચડી નાખ્યું

એજબેસ્ટનઃ અહીં ગઈ કાલે શ્રેણીની બીજી વન ડે મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ૧૦ વિકેટે કચડી નાખી શાનદાર જીત હાંસલ કરી છે. ઈંગ્લેન્ડ તરફથી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા જેસન રોયે ફક્ત ૯૫ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૨ રન અને અન્ય ઓપનર હેલ્સે ૧૧૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૩૩ વચ્ચે ઈંગ્લેન્ડ તરફથી રેકોર્ડ ૨૫૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

આ ભાગીદારી ઈંગ્લેન્ડ તરફથી કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ચાંડિમલ તેમજ થારંગાની અર્ધસદીઓની મદદથી ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૫૪ રન બનાવ્યા હતા. આ લક્ષ્ય ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધું હતું.
શ્રીલંકાઃ
પરેરા રનઆઉટ ૩૭
ગુણાથિલાકા કો. બટલર બો. પ્લન્કેટ ૨૨
મેન્ડિસ એલબી બો. પ્લન્કેટ ૦૦
ચાંડિમલ રનઆઉટ ૫૨
મેથ્યુસ કો. પ્લન્કેટ બો. રાશીદ ૪૪
પ્રસન્ના કો. વિલી બો. રાશીદ ૦૨
થારંગા અણનમ ૫૩
મહારૂફ બો. વિલી ૦૨
રનદીવ અણનમ ૨૬
વધારાના ૧૬
(કુલ ૫૦ ઓવરમાં સાત વિકેટે) ૨૫૪

ઈંગ્લેન્ડઃ
જે. રોય અણનમ ૧૧૨
એલેક્સ હેલ્સ અણનમ ૧૩૩
વધારાના ૧૧
(કુલ ૩૪.૧ ઓવરમાં વિના વિકેટે) ૨૫૬

You might also like