ઈંલેન્ડની બાળકી જન્મજાતથી જ મગજ અને ખોપડી ધરાવતી નથી

પૂર્વી કંબોડિયા પાસે આવેલા એક ગામમાં એક બાળકી મગજ અને ખોપરી વગર જન્મી હોવાની વિગતો સામે આવી છે..આ બાળકી કોઈ દુલર્ભ બિમારીથી પીડાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે..હાલ બે મહિનાની થયેલી આ બાળકીનું નામ આહનીથ રાખવામાં આવ્યું છે.
બાળકીને આ દુલર્ભ બિમારીથી બચાવવા માટે તેના માતા – પિતા હાલ પૈસા જમા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.. પોતાની વ્હાલી દિકરી આવી નિ-સહાય બિમારીથી પીડાઈ રહી હોવાથી તેને બચાવવા માતા – પિતાએ પોતાનો ઘર સહિત સંપતિ પણ વેંચી દીધી છે.. બાળકીને બચાવવા માટે હવે તેના માતા – પિતાએ ક્રાઉડ ફન્ડિંગનો આશરો લીધો છે..
નોમ પેન્હના એક હોસ્પિટલમાં નીથને ભર્તી કરવામાં આવી છે. નીથની માતા શેરીને આશા વ્યકત કરતા કહ્યું કે તેમની પુત્રી ડોક્ટરી સારવારથી સાજી થઈ જશે… જ્યારે તેનો જન્મ થયો ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે તે કોઈ સમસ્યાથી પીડાઈ રહી છે. આર્થિક રીતે નબળા હોવાથી હાલ અમે લોકો પાસેથી દાન એખત્ર કરી રહ્યા છે.
શેરીએ વધુમાં ઉમેર્યું કે હાલ તે સવસ્થ છે પરતું જન્મજાતથી મગજ અને ખોપડીના કેટલાક ભાગ નથી. ડોક્ટરોએ જણાવ્યું કે નીથ એનનૈંસફેલી નામની બિમારીથી પીડાઈ રહી છે.
જે અમેરિકામાં ગર્ભાવસ્થા દરમ્યાન દર 10 હજાર મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓના બાળકોમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ બિમારીથી પીડાઈ રહેલા બાળકોની સંખ્યા સતાવાર રીતે જાણી શકાઈ નથી
You might also like