આયર્લેન્ડ સામે જોએ રૂટના દમ પર ઈંગ્લેન્ડે વન ડે શ્રેણી જીતી લીધી

લંડનઃ જો રૂટ (૭૩ રન અને બાવન રનમાં ત્રણ વિકેટ)ના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડે આયર્લેન્ડને ૮૫ રનથી હરાવીને બે વન ડે મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. રૂટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૩૨૮ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ ૪૬.૧ ઓવરમાં ૨૪૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આયર્લેન્ડનો કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડ (૮૨ રન) ટોપ સ્કોરર રહ્યો હતો. લિયમ પ્લન્કેટે ત્રણ અને માર્ક વૂડે બે વિકેટ ઝડપી હતી. આ પહેલાં રૂટ અને ઈયોન મોર્ગન (૭૬)એ ત્રીજી વિકેટ માટે ૧૪૦ રનની ભાગીદારી નોંધાવી હતી. જોની બેરિસ્ટો (અણનમ ૭૨)એ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયર્લેન્ડ તરફથી પીટર ચેઝ અને બેરી મેકાર્થીએ બે-બે વિકેટ ઝડપી હતી.
http://sambhaavnews.com/

You might also like