વિરાટની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા હારી પ્રથમ વન ડે સીરીઝ, ઇંગ્લેન્ડે જીતી ત્રીજી વન ડે

જો રૂટ 1000 અને સુકાની ઇયોન મોર્ગનની 88 રનની શાનદાર ઇનિંગ્સના કારણે ઇંગ્લેન્ડે મંગળવારે રમાયેલ ત્રીજી નિર્ણાયક વન ડેમાં ભારતને 8 વિકેટે પરાજય આપ્યો. આ સાથે ત્રણ વન ડેની શ્રેણી 2-1થી જીતી લીધી છે. જ્યારે બીજી તરફ સતત 10મી વન ડે સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી હતી.

ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં પ્રથમ વખત વન ડે શ્રેણીમાં પરાજયનો સામનો કર્યો છે. તે સિવાય ઇંગ્લેન્ડ સામે છેલ્લા સાત વર્ષથી કોઇપણ વન ડે શ્રેણી નહી હારવાની લય પણ તુટી ગઇ. આ પહેલા ઇંગ્લેન્ડમાં રમાયેલ ટી-20 ઇન્ટરનેશનલ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ હવે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આગામી 1 ઓગસ્ટથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.

અંતિમ વન ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 44.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. આદિલ રાશિદને 10 ઓવરમાં 49 રન આપી ત્રણ વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ત્રણ વન ડે મેચની શ્રેણીમાં બે વન ડે સદી ફટકારનાર જો રૂટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જો રૂટે પોતાની કારકિર્દીનું 13મું તેમજ શ્રેણીની બીજી સદી ફટકારી હતી. રૂટ ઇંગ્લેન્ડ તરફથી સૌથી વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

You might also like