58 રન પર થઇ ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ, 130 વર્ષ બાદ બનાવ્યો શર્મનાક રેકોર્ડ

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ઇગ્લેન્ડની ટીમ ઓકલેન્ડના મેદાન પર યજમાન ટીમ વિરુધ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે. પરંતુ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ યજમાન ટીમ સામે એવા શર્મનાક રેકોર્ડ બનાવ્યો છે જેની કોઇએ કલ્પના પણ કરી નહોતી.
ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટના પહેલા સેશનમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીની ઘાતક બોલિંગ સામે ઘૂંટણીયે પડી ગયુ.

ઇંગ્લેન્ડની ટીમ માત્ર 58 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. ઇંગ્લેન્ડની ટીમ માત્ર 20.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ . જેમાંથી 5 બેટસમેનોતો શૂન્ય રનમાં ઓલઆઉટ થઇ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમનો ગત 130 વર્ષ સુધીનો ન્યૂનતમ સ્કોર છે. આ અગાઉ ઇંગ્લેન્ડની ટીમ 1888માં ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ લોર્ડસના મેદાન પર માત્ર 53 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમને 1955માં માત્ર 26 રનમાં ઓલ આઉટ કરી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 27 ઓવર જ બેટિંગ કરી હતી. આજે 63 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ટીમે ઓકલેન્ડના મેદાન પર જ ઇંગ્લેન્ડને 58 રન પર ઓલ આઉટ કરી પોતાનો બદલો પૂરો કર્યો.

એક સમયે ઇંગ્લેન્ડે 27 રન પર 9 વિકેટ ગુમાવી દીધી હતી અને તેના પર ટેસ્ટ ક્રિકેટનો સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટ થવાનો ખતરો થયો હતો પરંતુ ક્રેગ ઓવરટનની 33 રનની ઇનિંગ્સના કારણે ઇંગ્લેન્ડને આ શર્મનાક રેકોર્ડથી બચાવી લીધુ હતું.

You might also like