હૈદરાબાદમાં એન્જિનિયરોએ ઓફીસ જવા કર્યો ઘોડાનો ઉપયોગ

હૈદરાબાદ : હૈદરાબાદમાં એક આઇટી એક્સપર્ટ રમનજીત સિંહ અને તેમનાં કેટલાક સાથીઓ એક અનોખા માધ્યમથી વિરોધ નોંધાવતા શહેરમાં રસ્તાઓની ખરાબ સ્થિતીની તરફ અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો નિર્ણય લીદો હતો. સિંહે ઓફીસ જવા માટે ઘોડાની સવારી કરી અને તેમની પાછળ ઓછામાં ઓછા બે ડઝન લોકો પણ તેમનું સમર્થન કરતા ઘોડા લઇને ઓફીસે પહોંચ્યા હતા.

પ્રોફેશનલ્સની ફરિયાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધ છે. જેમણે કોઇ પણ વ્યક્તિની અસુવિધાને ધ્યાનમાં રાખ્યા વજર જ નાણાકીય જિલ્લા રોડ તોડી નાખ્યો છે. જેનાં કારણે યાત્રીઓને ખુબ જ સમય લાગે છે. સિંહે એક સમાચાર ચેનલને જણાવ્યું કે થોડા વર્ષે પહોલા ફૂટપાથ અને કેન્દ્રીય મધ્યવર્તી માર્ગનાં સમારકામ માટે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો હતો.

તેમણે પુછ્યું કે મોનસુન પહેલા નાળાઓની સફાઇ માટે વધારે પૈસા કેમ ફાળવવામાં નથી આપતા. રસ્તામાં કામ ચાલુ કરી દેવામાં આવવાનાં કારણે આવતા જતા લોકોને ભારે સમસ્યા થઇ રહી છે. પ્રદર્શનકર્તાઓએ તેને ઓનલાઇન સત્યાગ્રહ કહેતા ચાલુ રાખ્યો છે. જો કે આ મુદ્દે સરકાર દ્વારા હજી સુધી મગનું નામ મરી નથી પાડવામાં આવી રહ્યું.

You might also like