ભારત હાર્યા બાદ યુવતીએ કરી આત્મહત્યા

ગ્વાલિયર : મધ્યપ્રદેશનાં ગ્વાલિયરનાં સિટી સેન્ટર વિસ્તારમાં રહેતી એન્જિનિયરિંગની એક વિદ્યાર્થીનીએ ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીની ઇન્ડિયા – વેસ્ટઇન્ડિઝની સેમીફાઇનલ મેચમાં ભારતનાં પરાજયથી ખુબ જ લાગી આવ્યું હતું. તેણે પોતાનાં રૂમમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેણે મેચની શરૂઆતમાં જ કહ્યું હતુ કે જો ભારત જીતશે તો ભગવાનને પ્રસાદ ચડાવીશ અને જો હારશે તો પોતાનો જીવ ચડાવશે.

એમ.ટેકનો અ્ભ્યાસ કરતી સુરભી ગુરૂવારે પોતાનાં પરિવાર સાથે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ જોઇ રહી હતી. તેણે માનતા કરી હતી કે જો ભારત જીતશે તો તે ભગવાનને પ્રસાદ ચડાવશે. જો કે ભારતની હાર બાદ તેને ખુબ જ લાગી આવ્યું હતું. શુક્રવારે સવારે જ્યારે પરિવારજનોએ તેને ઉઠાડવા માટે દરવાજો ખટખટાવ્યો હતો ત્યારે કોઇ જવાબ મળ્યો નહોતો. પરિવારનાં લોકોએ ભેગા મળીને દરવાજો તોડ્યો તો લાશ પંખા સાથે લટકતી હતી.

સુરભીએ મરતા પહેલા ફેસબુક પરથી પોતાનાં તમામ પિક્સ ડિલીટ કરી દીધા હતા. હાલ તો પોલીસ પરિવારજનોની પુછપરછ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જો કે સુરભી ખુબ જ હાઇપ્રોફાઇલ બેકગ્રાઉન્ડ ધઃરાવે છે. તેની બહેન રિતીકા કેડબરીનાં એચઆર વિભાગમાં નોકરી કરે છે.સુરભીનાં પિતા યોગેશ કમ્ઠાન મધ્યપ્રદેશનાં એક્સાઇઝમાં સહાયક જિલ્લાધિકારી છે. તેની માતા સંગીતા સરકારી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. સુરભીનો મોટો ભાઇ અમેરિકામાં ક્રિસલરમાં પ્રોજેક્ટ લીડર છે. અન્ય એક ભાઇ જે.કે ટાયરમાં એન્જિનિયર છે. નાનો ભાઇ શહેરની એક એન્જિનિયર કોલેજમાં પ્રોફેસર છે.

You might also like