એન્જિનિયરિંગમાં આ વર્ષે પણ કેમિકલ બ્રાન્ચ હોટ ફેવરિટ રહી

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના પગલે ખાલી પડી રહેલી બેઠકોએ કોલેજના સંચાલકોમાં ચિંતાનો વધારો કર્યો છે તો બીજી તરફ બ્રાન્ચદીઠ એડ‌િમશનની સાઇકલ બદલાતાં બેઠકો ભરવાની ગણતરીમાં મોટા ફેરફાર દેખાયા છે. બ્રાન્ચની પસંદગીમાં વિદ્યાર્થીઓએ બહુ મોટા ફેરફાર કર્યા છે. સિવિલ અને મિકે‌િનકલ હવે આઉટ ઓફ ક્રેઝ બન્યું છે.

તેની સરખામણીએ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલોજી બ્રાન્ચ વિદ્યાર્થીઓમાં હોટ ફેવ‌િરટ બની છે. એડ‌િમશન કમિટીએ પહેલા રાઉન્ડના જાહેર કરેલા આંક મુજબ ૧૦૦૦થી વધુ બેઠકો ધરાવતી ૧૦ બ્રાન્ચમાં સિવિલમાં પ૩ ટકા, મિકે‌િનકલમાં ૪૭ ટકા બેઠકોની સરખામણીએ આઇટીમાં ૮ર ટકા, કમ્પ્યૂટરમાં ૮૦ ટકા અને કે‌િમકલમાં ૮૭ ટકા બેઠકો ભરાઇ છે એટલું જ નહીં ટેક્સટાઇલ પ્રોસે‌િસંગ, ટેક્સટાઇલ ટેકનોલોજી જેવી ૩૦૦થી ઓછી બેઠકો ધરાવતી ર૧ બ્રાન્ચમાં પણ ૧૦૦ ટકા બેઠકો ભરાઇ ગઇ છે. નાની બ્રાન્ચમાં બેઠકો ખાલી રહી છે.

બેઠક બેઠકો ભરાઇ (ટકા)
કેમિકલ ટેક્નોલોજી ર૧૩૩ ૮૭.૮૬
ઇન્ફર્મેશન ટેક્નોલોજી ૩૮૭૦ ૮ર.૧ર
કમ્પ્યૂટર ૬૮૦૩ ૮૦.૪૯
કમ્પ્યૂટર સાયન્સ એન્ડ ૧પ૯૦ ૭૮.૪૩
એન્જિનિયરિંગ
ઇલેકટ્રો‌િનક્સ એન્ડ ૪૪રપ પ૬.૯૯
કોમ્યુ‌િનકેશન
સિવિલ ૯૪૪ર પ૩.૬૬
ઓટોમોબાઇલ ૧૯૯૧ પ૧.ર૮
મિકેનિકલ ૧૧,૭પ૯ ૪૭.૭પ
ઇલે‌િકટ્રકલ ૭૩૬૭ ૪૧.૦૮
(પાર્ટટાઇમ જોબ કરતા હોય તેમના માટે)
મિકેનિકલ સેકન્ડ શિફ્ટ ૧૬૯પ ૧પ.૭પ

http://sambhaavnews.com/

You might also like