કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડના એન્ફોર્સમેન્ટ ઓફિસર રૂપિયા ર૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડની જામનગર ખાતેની કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર રૂ.ર૦ હજારની લાંચ લેતા લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોએ ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાઇ જતા આ અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે જામનગર ખાતે આવેલ કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા શશીન પ્રવીણભાઇ ચાવડાએ લેબર કોન્ટ્રાકટરે ચાર લેબરનું પ્રોવિડન્ટ ફંડ ભર્યું ન હતું. એન્ફોર્સમેન્ટ ઓફિસર શશીન ચાવડાએ આ લેબર કોન્ટ્રાકટરનો રેકર્ડ ખરાબ ન કરવા માટે તેની અવેજમાં રૂ. ર૦ હજારની લાંચની માંગણી કરી હતી.

આ અંગે જામનગર એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોના અધિકારીઓએ જામનગરમાં આવેલી પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં છટકું ગોઠવી ઉપરોક્ત એન્ફોર્સમેન્ટ ઓફિસરને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લઇ આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like