મોદીની અરબ દેશોની મુલાકાત રહેશે મહત્વપૂર્ણ

નવી દિલ્હી: કતર અને ઇરાન ગલ્ફની સાથે અરબ વર્લ્ડમાં રણનિતીક રૂપથી ઘણા મહત્વના દેશો છે. આ બંને દેશો ઉર્જા ભંડારોથી સંપૂરણ છે. ભારતીય પ્રધાનમંત્રી મે અને જૂન મહિનામાં બંને દેશોની અલગ અલગ યાત્રા પર જઇ રહ્યા છે. મોદીની આ યાત્રા ગણા મહત્વની માનવામાં આવી રહી છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના સૂત્રોએ મે મહિનામાં પીએમનો ઇરાન જવાનો સંકેત આપ્યો છે. મે મહિનાની કઇ તારીખે જશે તે હવે નક્કી કરવામાં આવશે. ઇરાન પછી પીએમ મોદી જૂન મહિનાની શરૂઆતમાં કતર જશે. કતરમાં એનર્જી ડીલ સાથે પ્રવાસિઓના મુદ્દા પર કરાર થશે. દોહા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી ભારતીય પ્રવાસીઓને પણ સંબોધિત કરશે. કતરમાં મોટાભાગે ભારતીય પ્રવાસી રહે છે.

જાણવા મળ્યું છે કે મોદી કતરની યાત્રા બિલકુલ અલગ રીતે કરશે. જો કે અટકળો છે કે તે વોશિંગ્ટનના રસ્તે પણ દોહા પહોંચી શકે છે. સૂત્રોનું કહેવું છે કે 4 થી 6 જૂનની વચ્ચે પીએમ દોહા પહેંચી શકે છે. કતર એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનો ત્રીજો દેશ હશે જ્યાં પીએમ મોદી પહોંચવાના છે.

મોદીની ઇરાન યાત્રા ઘણી મહત્વની છે. તેને અરબ વર્લ્ડમાં નવી દિલ્હીની નિતીને સંતુલન કરવા માટે જણાવાઇ રહ્યું છે. પીએમ આ યાત્રાથી ભારત, અફઘાનિસ્તાન, સેન્ટ્રલ એશિયા અને રુસ સુધી તેમના પ્રોજેક્ટથી જોડાયેલી કનેક્ટવીટી અને એનર્જી પાર્ટનરશીપને કાયમ કરવા ઇચ્છે છે.

મોદી આ યાત્રા દરમિયાન ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્જિટ કોરિડોર્સ ચાબાહાર એગ્રીમેન્ટ (દિલ્હી તેહરાન કાબુલ)ને જમીન પર ઉતારવાની કોશિશ કરશે. સેન્ટ્રલ એશિયામાં ભારતની એન્ટ્રી માટે આ એગ્રીમેન્ટ ઘણો જરૂરી છે. ત્રણ ગેશઓ વચ્ચે આ સામરિક બંદરગાહનો પ્રસ્તાવ છે. તેના દ્વારા ભારત માટે સેન્ટ્રલ એશિયા અને સુરમાં પાકિસ્તાનને ટ્રાન્જિટ આપ્યા વગર એન્ટ્રીનો દરવાજો ખુલી જશે. આની સાથે જ ચાબહારમાં ભારત તરફથી 150 મિલીયન ડોલરનો કોમર્શિયલ પ્રસ્તાવ પણ છે. ઇન્ડિયા 20 બિલિયન ડોલરનું બીજું રોકાણ ચાબહાર પોર્ટમાં કરશે. આમાં એસઇજેડનો પણ સમાવેશ થાય છે.

પીએમ મોદીની તેહરાન યાત્રા બંને દેશો માટે આતંકવાદ વિરોધી અને ડિફેન્સના ક્ષેત્રમાં થનારા કરાર મોર્ચા પર ઘણા મહત્વના છે. દિલ્હી અને તેહરાન બંને માટે આ એક મોટો પડકાર છે. આ યાત્રાથી આશા છે કે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને ઝડપ મળશે. આની ઉપર ઇરાન અને રુસ ઉપરાંત ભઆરતે પણ સહી કરી હતી.

ટ્રાન્સપોર્ટ કોરિડોર ફેક્ટ દ્વારા ઇરાની રેલ્વેમાં ભારતના રોકાણની વાત છે. પીએમ મોદીની તેહરાન યાત્રા દરમિયાન આ ઉપર પણ વાત થશે. એનર્જી સેક્ટરમાં ભારત અને ઇરાનની વચ્ચે ફરઝાદ બી ગેસ ફીલ્ડમાં ભારતના ભાગીદારી વાળી ડીલ પણ ફાઇનલ કરવામાં આવી શકે છે. ઇરાન ઇચ્છે છે કે ભારત અનુકૂળ અને પ્રતિકૂળ બંને ક્ષેત્રોમાં રોકાણ કરે. તેમાં પેટ્રોક્મિકલ્સ, ફર્ટિસાઇઝર્સ તેહરાનનો પણ સમાવેશ થાય છે.

You might also like