પંચવર્ષીય યોજના પર પૂર્ણવિરામ, મોદી લાવશે ત્રણ વર્ષનો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશના વિકાસ માટે નવો એક્શન પ્લાન બનાવ્યો છે. જેને નીતિ વિભાગે રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે બેસીને તૈયાર કર્યો છે. આ પ્લાનને વિભાગના ગવર્નિંગ કાઉંસિલ સમક્ષ રવિવારે રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ સરકાર તેની પર અમલ કરશે. આ માહિતી સરકારી અધિકારી દ્વારા આપવામાં આવી છે. નીતિ વિભાગના ચેરમેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મીટિંગ કરશે. આ મીટિગ બે વર્ષ બાદ થઇ રહી છે.

ગવર્નિંગ કાઉંસિલે પહેલી મીટિગ 8 ફેબ્રુઆરી 2015માં કરી હતી. આ કાઉંસિલમાં પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રી શામેલ હતા. તેમાં સરકારે 15 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ અને 7 વર્ષના ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી પર ચર્ચા કરી છે. જેને વિભાગે વિઝનને હાસલ કરવા અંગે જણાવ્યું છે. પહેલાં પણ પંચવર્ષીય યોજના જેનેરિક હતી. જેનો વ્યાપ વધારે હતો. જ્યારે ત્રણ વર્ષના એક્શન પ્લાનમાં તમામ સેક્ટર્સમાં પ્રાયોરિટી એરિયા પર ફોક્સ કરવામાં આવશે સાથે જ ટારગેટ હાસલ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવશે. આ અંગે માહિતી એક ઉચ્ચ સરકારી અધિકારીએ આપી છે.

આ પ્લાનમાં સરકારના ખર્ચ અંગે માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે જમીની સ્તર પર પરિવર્તન માટે આવા જ ટાર્ગેટ અપરોચની જરૂર છે. મોદી સરકાર વર્ષ 2019ની ચૂંટણીની તૈયારી કરે છે. જેમાં બે વર્ષનો સમય જ બાકી છે.  હાઇ લેવલ મીટિંગમાં એગ્રીકલ્ચર સેક્ટર રિફોર્મ્સ અંગે પણ વાત થશે. જેમાં રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.

http://sambhaavnews.com/

You might also like