સેનાને મળી મોટી સફળતા : માસ્ટરમાઇન્ડ લશ્કરી ઠાર મરાયો

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરનાં બ્રેંઠી દિયાલગામમાં શનિવારે સુરક્ષાદળોએ લગભગ નવ કલાક સુધી ચાલેલા ઘર્ષણમાં અચ્છાબલ હૂમલાનો માસ્ટર માઇન્ડર બશીર લશ્કરી ઉર્ફે અકશાને તેનાં સાથી એજાજ અહેમદ ઉર્ફે આઝાદ સાથે ઠાર કરવામાં આવ્યો હતો. સુરક્ષાદળોએ લશ્કરી દ્વારા બંધક બનાવાયેલ 17 ગ્રામીણોને પણ સુરક્ષીત કાઢી લેવામાં આવ્યા હતા.પરંતુ આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં વચ્ચે આવવાનાં કારણે એક મહિલાનું મોત નિપજ્યું હતું.

બીજી તરફ હિંસા પર આવી ગયેલ આતંકવાદી સમર્થકોની ભીડે સુરક્ષાદળો પર હૂમલો કર્યો હતો. જેમાં એક પ્રદર્શનકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ડઝન સુરક્ષા કર્મચારીઓ સહિત 30 અન્ય લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોમાંથી 11 લોકોની હાલત ગંભીર છે. અહીં તે કહેવું અસંગત નહી ગણાય કે બશીર લશ્કરીએ જ ગત્ત મહિને અચ્છાબલનાં પોલીસ સ્ટેશન અધ્યક્ષ ફિરોઝ અહેમદ ડાર સહિત 6 પોલીસ કર્મચારીઓ શહિદ થઇ ગયા હતા. લશ્કરીને આ હૂમલા બાદ પોલીસે ડલએ શ્રેણીનો આતંકવાદી જાહેર કર્યો હતો. જેનાં પરણ 10 લાખ રૂપિયાનાં ઇનામ વધારીને 12 લાખ કરી દેવામાં આવ્યું હતું.

લશ્કરે ગત્ત સપ્તાહે સોફ ગામમાં તે સુરક્ષાદળોની ઘેરાબંધી તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. અનંતનાગથી મળતી માહિતી અનુસાર આજે સવારે ચાર વાગ્યે સુરક્ષાદળોએ બ્રઠી દિયાલગામમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ ગામને ઘેરી લીધું હતું.

You might also like