જમ્મુ-કાશ્મીર: કુલગામમાં અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના કુલગામના બેહીબાગમાં આતંકી અને સેના વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરાયો છે. આતંકી અને સેના વચ્ચે અથડામણ હજુ પણ ચાલુ છે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં બકરીઇદ પર નમાઝ પઢવા લોકો ઘરથી બહાર નીકળ્યાં છે. શ્રીનગરના રાડપોરામાં ઘણાબધા લોકોએ ઇદની નમાઝ અદા કરી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે શ્રીનગરના પંથા ચોકમાં પોલીસ ચોકી પર આતંકીઓએ હુમલો કર્યો હતો.

પોલીસ પેટ્રોલિંગ કરતા કર્મીઓ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલો પોલીસકર્મીઓને લઇ જતી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 8 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને એક પોલીસકર્મી જવાન શહીદ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

You might also like