પંપોરમાં જવાનો શહીદ થતા હતા ત્યારે મસ્જિદોમાંથી પાક. તરફી નારા થતા હતા

શ્રીનગર: જમ્મ‌ુ-કાશ્મીરના પંપોરમાં ત્રણ દિવસ આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં બે કેપ્ટન સહિત પાંચ જવાન શહીદ થઈ ગયા છે, જોકે આર્મીના વળતા હુમલામાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા. આ દરમિયાન કાશ્મીરની મસ્જિદોમાંથી પાકિસ્તાન અને તેની આઝાદીના સમર્થનમાં નારાબાજી થઈ રહી હતી તેમજ લાઉડ સ્પીકર દ્વારા આર્મીને રોકવાની કોશિશ કરવામાં આવી હતી.

અેન્કાઉન્ટર વખતે આસપાસના વિસ્તારોમાં મુજાહિદોના સમર્થનમાં નારા લગાવાયા હતા. લાઉડસ્પીકર દ્વારા નારાબાજી અે સમયે થઈ હતી જ્યારે ઈન્ડિયન સિક્યો‌િરટી ફોર્સ બિલ્ડિંગમાં આતંકવાદીઓનો સામનો કરી રહ્યું હતુ. આ દરમિયાન જાગો, જાગો સવાર થઈ જેવી પાકિસ્તાન અને આપણે શું ઈચ્છીઅે છીઅે-આઝાદી જેવા નારા થઈ રહ્યા હતા. આ વખતે અનેક છોકરાઓ ઈડીઆઈ નજીક નારાબાજી કરવા પહોંચી ગયા હતા. અેવું પણ જાણવા મળે છે કે આતંકવાદીઓના સમર્થનમાં પહોંચેલા છોકરાઓઅે સિકયો‌િરટી ફોર્સને કોમ્બેટ ઓપરેશન કરતા અટકાવવા કોશિશ કરી હતી.

આ અંગે સીઆરપીઅેફના ડીજી પ્રકાશ મિશ્રાના જણાવ્યા અનુસાર પંપોરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ લશ્કર સાથે જોડાયેલા છે. જમાત-ઉદ-દાવાઅે પણ પહેલી વાર આ હુમલા અંગે લશ્કર-અે-તોઇબાને સમર્થન આપ્યું છે.  ૧૫ વર્ષ બાદ લશ્કરને જમાતે આવો સપોર્ટ આપ્યો છે. આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર અમેરિકાઅે ૨૬-૧૧ના હુમલા બાદ પ્રતિબંધ લગાવી દીધો હતો. જમાત-ઉદ-દાવાને લશ્કરની ફ્રન્ટ લાઈન માનવામાં આવે છે. ગઈ કાલે સવારે જમાતના સોશિયલ મીડિયા સેલના વડા તાહા મુનીબે વારાફરતી અનેક ટિ્વટ કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે જો તમે તમારા કેપ્ટન જવાનનું મોત ઈચ્છતા ન હો તો અેક જ ઉપાય છે કે તમે અહીંથી ચાલ્યા જાવ.

You might also like