ઈમરાન ‘કિસર’ની ઈમેજ બદલીને પસ્તાયો

ઈમરાન હાશ્મીએ કરિયરની શરૂઆતમાં જે પ્રકારની ઇમેજ બનાવી હતી તેને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા. ફિલ્મ ‘ફૂટપાથ’થી તેની સિનેમાની સફર શરૂ થઇ હતી, જે ‘જન્નત-૨’ સુધી ખૂબ જ જોરશોરથી ચાલી. તેણે એક સે બઢકર એક ફિલ્મમાં કામ કર્યું, પરંતુ ‘શાંઘાઇ’ ફિલ્મથી તેની ઇમેજ અલગ પ્રકારની થઇ.

તેણે આવી અલગ ફિલ્મ કરવાનું શરૂ કર્યું, જે દર્શકોના ગળે ન ઊતર્યું. આ રીતે ઇમરાનના હાથમાં સતત નિરાશા આવતી ગઇ. ઇમરાનની કરિયર પર તેની પત્નીની પણ અસર થઇ, જે ઇચ્છતી ન હતી કે તે હીરોઇન સાથે ઇન્ટિમેટ અને કિસિંગ સીન કરે. પત્નીને ખુશ કરવાના ચક્કરમાં લાંબા સમયથી ઇમરાન હાશ્મી નિષ્ફળ જઇ રહ્યો છે.

૨૦૧૨ની ફિલ્મો ‘જન્નત-૨’ અને ‘રાઝ-૩’ની તેની કરિયરની છેલ્લી હિટ ફિલ્મો હતી. ત્યારબાદ અત્યાર સુધી તે લગભગ એક ડઝનથી વધુ ફ્લોપ ફિલ્મો આપી ચૂક્યો છે. મિલન લુથરિયાના નિર્દેશનમાં બનેલી ‘બાદશાહો’માં ઇમરાનના ભાગમાં લાંબા સમય બાદ ટપોરી ટાઇપનું પાત્ર આવ્યું.

તેણે સની લિયોન સાથે સ્ક્રીન પર ઠુમકા પણ લગાવ્યા. ઇશા ગુપ્તા સાથે ઇન્ટિમેટ સીન પણ કર્યા, પરંતુ ઇમરાનમાં લોકોને તે વાત ન લાગી, જે પહેલાં હતી. ઇમરાને છેલ્લી નિષ્ફળતાઓને જોતાં ખુદનું પ્રોડક્શન હાઉસ પણ સ્થાપિત કર્યું અને ‘કેપ્ટન નવાબ’ બનાવવાની જાહેરાત કરી, પરંતુ ૩૨ કરોડના બજેટવાળી આ ફિલ્મ પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન થયું.

You might also like