નરગિસ ફખરી અને પ્રાચી દેસાઇ સાથે સૂતાં ઝડપાયો ઇમરાન હાશ્મી!

મુંબઇ: અરે આ નો ખોટો અર્થ ના કાઢતાં. આ તો મહેનત બાદ પસાર કરવામાં આવેલી કેટલીક પળોની કહાણી છે. વાત ‘અઝહર’ ફિલ્મના સેટની છે. આ સેટ પરથી એક ફોટો રિલીઝ થયો છે જેમાં પ્રાચી દેસાઇ અને નરગિસ ફખરી ઇમરાન હાશ્મીના ખભા પર માથું નાખીને સૂઇ રહી છે. 11 કલાકના લાંબા ફોટો શૂટ બાદ સેલિબ્રિટી ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકરે આ ફોટો પોસ્ટ કર્યો છે.


અઝહરને લઇને સમયાંતરે ફોટા રિલીઝ થતાં રહ્યાં છે જેથી દર્શકોમાં જિજ્ઞાસા વધી રહી છે. દરેકને તેના ટ્રેલરની આતુરતા છે. ‘અઝહર’માં ઇમરાન હાશ્મી પૂર્વ ક્રિકેટર અઝરુદ્દીનનું પાત્ર ભજવી રહ્યો છે. આ કહાણી અઝહરની જિંદગી પર આધારિત છે.

You might also like