નોકરીથી કર્મચારી ખુશ નથી, રોકવાની કવાયત!

મુંબઇ: આવનારા દિવસોમાં કંપનીઓને વફાદાર કર્મચારીઓનો સાથ છોડવો પડી શકે છે. ડેલોઇટના તાજેતરમાં બહાર આવેલા એક સર્વે રિપોર્ટમાં આ પ્રકારના સંકેતો આપવામાં આવ્યા છે. વફાદાર ૫૨ ટકા કર્મચારીઓનું આ સર્વેમાં માનવું છે કે તેઓ બે વર્ષની અંદર વર્તમાન નોકરી છોડી શકે છે તો વળી ૨૦૨૦ સુધીમાં ૭૬ ટકા વફાદાર કર્મચારીઓએ નોકરી છોડી દેવાની વાત કરી છે, જ્યારે કર્મચારીઓને પૂછવામાં આવ્યું કે વર્તમાન કંપનીમાં કેટલાં વર્ષ સુધી નોકરીમાં ચાલુ રહેશો? તો સૌથી વધુ ૨૯ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ એક વર્ષ કે બે વર્ષ સુધી કંપનીમાં જોડાયેલા રહી શકે છે, જ્યારે ૨૪ ટકા લોકોએ કહ્યું કે તેઓ બેથી પાંચ વર્ષ સુધી કંપનીમાં ચાલુ રહી શકે છે, જ્યારે માત્ર બે ટકા લોકોએ કહ્યું કે તેઓ કંપનીનો સાથ આગામી ૧૦ વર્ષ સુધી નહીં છોડે. ડેલોઇટના સર્વેમાં કર્મચારીઓએ જણાવ્યું કે કામ કરવાના નિયમમાં ફ્લેક્સિબિલિટી હોય તો તેઓ કંપનીમાં જોડાયેલા રહેશે.

સર્વેમાં ૮૨ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે લીડરની પોસ્ટ માટે તેઓને કંપનીઓ નજરઅંદાજ કરી રહી છે. તો વળી કેટલીક કંપનીઓ કર્મચારીઓની ફરિયાદથી વાકેફ છે. તેઓને રોકવા પ્રયત્ન પણ કરી રહી છે.  વફાદાર કર્મચારીઓને રોકવા મલ્ટિનેશનલ કંપનીઓએ નવા પ્રોગ્રામ બનાવી આ અંગેની શરૂઆત પણ કરી દીધી છે.

You might also like