જૂન મહિના સુધીમાં દેશમાં રોજગારીની તકો વધશે

મુંબઇ: દેશમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ જેવા સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોજગારી ઊભી થશે. સર્વે એજન્સીના એક રિપોર્ટ મુજબ જૂન મહિના સુધીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં ૧૬ ટકા રોજગારીની તકો ઊભી થવાનું અનુમાન છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સહિત રિટેલ સેક્ટરમાં રોજગારીની આઠ ટકા તકો ઊભી થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવે તે માટે કેટલાંક સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદામાં વધારો કર્યો છે, જેના કારણે દેશમાં રોકાણ વધી રહ્યું છે એટલું જ નહીં, સરકાર મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત પ્રોત્સાહન આપી રહી છે અને તેના કારણે દેશમાં નવી રોજગારીની તકો ઊભી થવાનું અનુમાન છે.

નોકરી ડોટ કોમના જણાવ્યા પ્રમાણે દેશમાં આઇટી, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ સેક્ટરમાં મોટા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી થશે.

You might also like