Appleની ઓફિસમાં હવે બધા અધિકારિઓએ ઉભા રહીને કરવું પડશે કામ!

ટેક્નોલૉજીની નવી શોધ સાથે વિશ્વને આશ્ચર્ય આપતી કંપની Appleએ તેના કર્મચારીઓને ઉભા રહીને કામ કરી શકાય તેવા ડેસ્ક (એક વર્કિંગ ડેસ્ક) આપ્યા છે. હવે કંપનીના બધા કર્મચારીઓ ઉભા રહેશે પછી જ કામ કરશે. તમને જણાવી દઈએ કે હમણાં જ કેલિફોર્નિયામાં એપલની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે 175 એકરમાં ફેલાયેલી છે.

વાસ્તવમાં, Appleના CEO ટિમ કૂક માને છે કે ખુરશી પર કામ કરવું એ કેન્સરના બરાબર છે, તેથી કંપનીએ તેના કર્મચારીઓને તંદુરસ્ત રાખવા માટે આ નિર્ણય લીધો છે.

ટિમ કૂકે તાજેતરમાં એક મુલાકાતમાં આ માહિતી આપી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, “અમે અમારા તમામ કર્મચારીઓને સ્ટેન્ડિંગ ડેસ્ક આપ્યા છે. જો તમે થોડા સમય માટે ઊભા રહીને થાકી ગયા હોવ તો તમે બેસી શકો છો અને થોડા સમય માટે કામ કરી શકો છો, પરંતુ તે પછી તમારે ફક્ત ઊભેલા જ કામ કરવું પડશે. આ તમારી જીવનશૈલી માટે ખૂબ જ સારૂં સાબિત થશે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે ઓફિસમાં કામ કરવું એક નવા પ્રકારના કેન્સર જેવું છે. તેમ છતાં સ્ટેન્ડિંગ ડેસ્ક ફક્ત એવા કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જે Appleની નવી ઓફિસમાં કામ કરે છે. તમને જણાવી દીએ કે Appleની નવી ઓફિસ 5 બિલિયનથી વધુના ખર્ચે બનાવે છે.

Appleની નવી ઓફિસમાં ખાસ ખુર્શીઓની સ્થાપના કરવામાં આવી છે, જે વિટારાએ તૈયાર કરી છે. આ એક ખુરશીનો ખર્ચ રૂ. 81,000 છે. તે જ સમયે, કાફે અને સામાન્ય વિસ્તારમાં મુકેલા ટેબલ અને ચેર આશરે રૂ. 1.69 લાખ છે.

You might also like