એક એવાં BOSS કે જેણે કર્મચારીને આપી મોંઘીદાટ ભેટ, જાણીને તમને પણ થશે ઇર્ષ્યા

એક કર્મચારી ઓફિસનાં પહેલાં જ દિવસે મોડું ન થાય તે માટે 32 કિલોમીટર ચાલીને ઓફિસ પહોંચ્યો. સાંભળીને તમને તો નવાઈ જ થશે. પરંતુ જ્યારે આ વાત એ કર્મચારીનાં બોસને ખબર પડી ત્યારે બોસે તેને પોતાની કાર ગિફ્ટમાં આપી દીધી. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં સૌ કોઈનાં દિલ જીતી લીધાં છે. ત્યારે એ નસીબદાર કર્મચારી કોણ છે.

એવું કહેવાય છે કે “ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધી લાસ્ટ ઈમ્પ્રેશન”. ઓફિસમાં નવી નવી નોકરી લાગી હોય છે ત્યારે સમયસર નોકરીએ પહોંચવાની તો દરેકને ઉતાવળ હોય છે. પરંતુ અમેરિકાનાં એક રાજ્ય અલાબામામાં એવી ઘટના બની કે જેણે સોશિયલ મીડિયામાં સૌ કોઈને ચોંકાવી દીધાં છે.

વોલ્ટર કાર નામનાં યુવાનને ઓફિસનાં પહેલાં જ દિવસે સમયસર પહોંચવાનું હતું. પરંતુ વોલ્ટરની કાર એકાએક બગડી ગઈ હતી. માટે તે રાત્રે જ ચાલતો ઓફિસ જવા નિકળ્યો અને 32 કિ.મીની પદયાત્રા કરીને આખરે તે ઓફિસ પહોંચ્યો.

વહેલી સવારે ચાર વાગ્યે વોલ્ટરને ચાલતાં જોઈને થોડી તેની મદદ પોલીસે પણ કરી હતી અને ત્યાર બાદ ત્યાંની પેલહમ પોલીસે વોલ્ટરની તસ્વીરો ટ્વીટ કરી. જે બાદ શહેરભરમાં પોલીસ કર્મચારી અને વોલ્ટરની પ્રશંસા થવા લાગી હતી અને સોશિયલ મીડિયામાં વોલ્ટરની કહાની શેર થવા લાગી.

આખરે વોલ્ટરની કંપનીનાં CEOને આ ઘટનાની જ્યારે જાણ થઈ ત્યાર બાદ CEOએ વોલ્ટરને ગિફ્ટ આપવાનો વિચાર કર્યો અને વોલ્ટરને કંપનીનાં CEO લ્યૂક માર્કલીને પોતાની 2014નાં મોડલની ફોર્ડ કાર ગિફ્ટમાં આપી.

બીજાં દિવસે વોલ્ટર તેની ઓફિસે પહોંચ્યો ત્યારે મીડિયાનાં કર્મચારી પણ ત્યાં એ અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરવા માટે ઉપસ્થિત હતાં. વોલ્ટર આ બધું જોઈને પહેલાં તો ચોંકી ગયો. પરંતુ એ સમયે તેની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેને ફોર્ડ કાર ગિફ્ટમાં આપવામાં આવી. CEO તેને કાર સુધી લઈ ગયાં અને વોલ્ટરને કારની સીટ પર બેસાડી તેનું અભિવાદન કર્યું.

વોલ્ટર માટે કદાચ એ દિવસ જિંદગીની સૌથી મોટી ખુશીનો દિવસ હશે. કદાચ તેણે 32 કિલોમીટરની પદયાત્રા કરતી વખતે વિચાર્યું પણ નહીં હોય કે તેને કાર ગિફ્ટમાં મળશે. પરંતુ સમયસર ઓફિસ પહોંચવા માટે તેની જે ધગશ જોવા મળી તેનાંથી તેણે સૌ કોઈનું દિલ જીતી લીધું.

You might also like