કર્મચારી નોકરી છોડશે તો અડધો જ પીએફ મળશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બિનસરકારી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા અંગેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે કર્મચારી નોકરી છોડશે તો એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન (નોકરીદાતાનો ફાળો) અને પેન્શનમાં જમા ફાળો ઉપાડી શકશે નહીં. તેમને માત્ર પોતાનો જ ફાળો ઉપાડવાની મંજૂરી મળશે. આમ જો કોઈ કર્મચારી નોકરી છોડશે તો તેને અડધો જ પીએફ મળશે. એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન ૫૮ વર્ષ થયા બાદ જ કર્મચારીને મળશે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ આ અંગે જાહેરનામું પણ ઈસ્યુ કરી દીધું છે. નોઈડાના પ્રાદેશિક પીએફ કમિશનર મનોજકુમાર યાદવે જણાવ્યું છે કે અગાઉ જો કોઈ કર્મચારી નોકરી છોડતા તો તેમને બે મહિના બાદ પોતાનો તેમજ એમ્પ્લોયરનું પીએફ કોન્ટ્રીબ્યુશન મળી જતું હતું, પરંતુ હવે કર્મચારીઓ પોતાના હિસ્સાનો પીએફ મેળવી શકશે.

જોકે એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશન પર અગાઉની જેમ તેને વ્યાજ મળતું રહેશે. સભ્યો પોતાના ફાળાનો પીએફ ઉપાડ્યા બાદ જો બીજી કંપની જોઈન્ટ કરશે તો તે પોતાની અગાઉની કંપનીના ખાતાનો એમ્પ્લોયરનું પીએફ કોન્ટ્રીબ્યુશન નવા એકાઉન્ટમાં જમા કરાવી શકશે. યુએએન નંબરની મદદથી આ રીતે પીએફ ટ્રાન્સફર કરી શકાશે.

You might also like