કર્મચારીઓ આનંદોઃ PF પર ૮.૬પ વ્યાજ મળશે

નવી દિલ્હી: કર્મચારીઓ અને કામદારો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએફ પરનું વ્યાજ ૮.પ ટકાથી વધારીને ૮.૬પ કરનાર છે. એવી જાણકારી આપતાં કેન્દ્રીય શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં પ્રોવિડન્ટ ફંડ પર ૮.૬પ ટકાનું વ્યાજ ચૂકવવાના પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી આપી દેશે.

શ્રમ પ્રધાને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સભ્યો માટે વ્યાજદર મુદ્દે નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલય વચ્ચે કોઇ પણ મતભેદો હોવાના સમાચારને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યુું હતું કે વ્યાજદરની બાબતમાં શ્રમ અને નાણાં મંત્રાલય બિલકુલ એકમત છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સભ્યોને પીએફ પર ૮.૬પ ટકા વ્યાજ આપવાની બાબતમાં કોઇ મતભેદ નથી. નાણાં મંત્રાલય આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. શ્રમ મંત્રાલયનું આ નિવેદન ઇપીએફઓના લગભગ ચાર કરોડ સભ્યો માટે મોટી રાહતરૂપ છે. કારણ કે એવું માનવામાં આવતું હતું કે નાણાં મંત્રાલયે આ વખતે શ્રમ મંત્રાલયને પીએફ પરના વ્યાજદરમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. દત્તાત્રેયના વડપણ હેઠળની ટોચની નિર્ણાયક સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ના સભ્યો દ્વારા ૮.૬પ ટકા વ્યાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like