સ્વિડનના રેલવે સ્ટેશન પર માત્ર લાઇટ ઓન-ઓફ કરવા માટે કર્મચારીની જરૂર

(એજન્સી)
ગોથેનબર્ગ: બેરોજગારીના આ સમયમાં કલ્પના કરો કે તમને એક એવી નોકરી મળી જાય જ્યાં તમારે કોઇ કામ કરવું ન પડે. તમે ડયૂટીના સમયે કંઇ પણ કરવા આઝાદ હશો. તમે ઇચ્છો તો ફિલ્મ જોઇ શકો, પુસ્તક વાંચી શકો કે સૂઇ પણ શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે યોગ્ય સમયે ત્યાં પહોંચીને એક ફલોરોસન્ટ લાઇટ ચાલુ કરવી પડશે અને ડયૂટી પૂરી થાય ત્યારે તેને ઓફ કરવી પડશે.

આ સિવાય ડયૂટી દરમિયાન ત્યાં રહેવું જરૂરી પણ નથી. વેતન પણ આકર્ષક છે. દર મહિને લગભગ ૧.૬ર લાખ રૂપિયા. તમારી આ નોકરી સ્થાયી હશે અને સેવા નિવૃત્તિ બાદ પેન્શન પણ મળશે. આને એટર્નલ એમ્પ્લોઇમેન્ટ નામ અપાયું છે. મોટી વાત અે છે કે આ જોબ માટે ઉમેદવારને કોઇ ખાસ યોગ્યતાની પણ જરૂર નથી. દુનિયાભરના લોકો આ માટે આવેદન કરી શકે છે. સફળ ઉમેદવારની નિયુક્તિ ર૦ર૬થી થશે. કેમકે ત્યાં સુધી આ રેલવે સ્ટેશનને બનવા અને ટ્રેન શરૂ થવાની આશા છે.

ગોલ્ડિન અને સેનેબીએ સ્વીકાર કર્યું છે કે કામ વગર કર્મચારી કંટાળી શકે છે, પરંતુ તે પોતાની રચનાત્મક પ્રતિભાનો ઉપયોગ કરી શકે છે અથવા આરામની નોકરી કરી શકે છે. આમારો ઉદ્દેશ લોકોને શ્રમના મહત્ત્વને સમજાવવાનો છે.

ગોલ્ડિન અને સેનેબીએ જણાવ્યું કે તેઓ પુરસ્કારમાંથી મળેલા ધનને એવી યોજનામાં રોકશે જેમાંથી મળતા રિટર્નથી કર્મચારીનો પગાર નીકળી જશે. રોકાણમાંથી જે રિટર્ન મળશે તે ૧ર૦ વર્ષના વેતન માટે પર્યાપ્ત હશે. આ માટે એક ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે.

You might also like