ઈમોશનલ લીડરમાં વધુ સારી નેતૃત્વક્ષમતા હોય

એવું કહેવાય છે લીડર થોડોક કડક, ગરમ મિજાજનો અને પ્રેક્ટિકલ હોય તો જ તેની ટીમ પાસેથી બરાબર કામ લઈ શકે છે. જોકે બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી વ્યક્તિ નેતા તરીકે વધુ પાવરફુલ હોવાનું બીજા લોકો માને છે, પણ હકીકતમાં વધુ શક્તિશાળી નેતા તે હોય છે જે જરૂર પડ્યે પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકતો હોય. જર્મનીની યુનિવર્સિટી ઓફ મ્યુનિકના અભ્યાસીઓનું કહેવું છે કે જે લીડર પોતાની પીડા અને દુખ પણ પોતાની ટીમ સામે વ્યક્ત કરવામાં ખચકાતો ન હોય એ લીડર વધુ સારી રીતે ટીમ પાસેથી કામ લઈ શકે છે અને પરિણામો અાપવામાં વધુ સફળ હોય છે.

You might also like