મોદીએ પોતાના મિત્રોની મદદ માટે નોટબંધી કરી : મમતા બેનર્જી

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર ફરી એકવાર તીખો હૂમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ યોજના વડાપ્રધાન મોદી અને તેમનાં નજીકનાં મિત્રોની મદદ માટે લાવવામાં આવી. મમતાએ કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટ લોકો ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાતો કરી રહ્યા છે.

નોટબંધીની ઘુર વિરોધી મમતાએ રવિવારે એક પછી એક ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી પર સીધો હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું કે તેના કારણે અર્થવ્યવસ્થા સંપુર્ણ રીતે તબાહ થઇ જશે. તેમણે ટ્વિટ કર્યું, સરકારનું અભિમાની અને વિનાશકારી વલણ દુનિયાના સૌથી મોટી લોકશાહીને નષ્ટ કરી રહ્યું છે. મમતાએ કહ્યુ કે, નોટબંધી માત્ર મોદી બાબુ અને તેમનાં નજીકનાં મિત્રોની મદદ કરવાનું કામ કરવામાં આવ્યું છે. નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે.

અગાઉ શુક્રવારે પણ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતુ, મોદી બાબુ જાણે છે કે નોટબંધી હવે પાટા પરથી ઉતરી ચુકી છે. તેઓ માત્ર ભાષણ કરીને વાહવાહી કરવા સિવાય બીજુ કાંઇ પણ કરી શકે તેમ નથી.

You might also like