અાંસુવાળો ઈમોજી બન્યો ઓક્સફર્ડ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર

અંગ્રેજી ભાષામાં ઓથોરિટી ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષાંતે વિશ્વમાં સૌથી વધુ ચર્ચાયેલા અગત્યના શબ્દો પર ગહન અધ્યયન કરીને વર્ડ ઓફ ધ યર બહાર પાડે છે. હવે તો એકથી વધુ સંસ્થાઓએ પણ અા ટ્રેન્ડ ઉપાડી લીધો છે, પરંતુ અા વખતે એણે એક ચોક્કસ શબ્દ પસંદ કરવાને બદલે હસી-હસીને બન્ને અાંખમાંથી અાંસુ અાવી ગયાં હોય એવો પીળા રંગનો ઈમોજી વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. અંગ્રેજીમાં અા ઈમોજીને ફેસ વિથ ટિયર્સ ઓફ જોય કહેવામાં અઆવે છે. અા વર્ષે સતત ઈમોજી ચર્ચામાં રહ્યો છે. સ્માર્ટફોન ચેટિંગ અને સોશિયલ નેટવર્કિંગમાં ભરપૂર ઈમોજી વપરાઈ રહ્યા છે. અા વર્ષે અઢળક નવા ઈમોજી લોન્ચ થયા છે.

You might also like