કઠુઆ રેપ પીડિતાના વકીલના સમર્થનમાં આવી હોલિવુડની આ બ્યૂટિફૂલ એક્ટ્રેસ

‘હેરી પૉટર’ ફેમ એમા વૉટસને કઠુઆ બળાત્કાર પીડિતાના વકિલ દીપિકા સિંહ રજાવતના સમર્થનમાં ટ્વીટ કર્યુ છે. એમા વૉટસને પોતાના ઑફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ છે કે, ”દીપિકા સિંહ રજાવતે પૂરી તાકાત મળે”. આ સાથે જ તેણે ગત મહિનાની સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનવણીના થોડા સમય પહેલા દીપિકાની એક ફોટો વાયરલ થઇ હતી તે પણ ટ્વીટ સાથે શૅર કરી છે.

 

એમા વૉટસન યૂનાઇટેડ નેશન્સ વુમેન્સ ગુડવિલની એમ્બેસડર છે. એમાની ટ્વીટ પર દીપિકાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ”મને ખુશી છે, પરંતુ મને વધારે ખુશી ત્યારે થશે જ્યારે માસૂમ બાળકીને ન્યાય મળશે.” આ કેસ લડવા પર દીપિકાને સતત ધમકીઓ મળી રહી છે, પરંતુ તે જે બહાદુરીની સાથે આ કેસથી જોડાયેલી છે. દીપિકા NGO વૉયસ ઑફ રાઇટ્સની ચેયરપર્સન છે. આ NGO માનવ અધિકારોની રક્ષા માટે કામ કરે છે.

એમાએ આ ટ્વીટમાં દીપિકાએ આગળ કહ્યુ કે, ”એમાના ટ્વીટથી પ્રોત્સાહન અને સમર્થન મળ્યુ છે, જેનાથી ખબર પડે છે કે લોકો અમારી સાથે છે અને માસૂમને ન્યાય અપાવવા ઇચ્છે છે.”

તમને જણાવી દઇએ કે, જાન્યુઆરીમાં કશ્મીરના કઠુઆમાં 8 લોકોએ 8 વર્ષની માસૂમ બાળકીને બંધક બનાવીને તેની પર ઘણી વખત ગેંગરેપ કર્યુ, જે પછી તેની હત્યા કરી દેવામાં આવી. આ કેસની જવાબદારી હાલમાં ક્રાઇમ બ્રાંચ પાસે છે, ક્રાઇમ બ્રાંચે 8 લોકોની વિરુદ્ઘમાં ચાર્જશીટ ફાઇલ કરી લીધી છે.

You might also like