દુબઇ એરપોર્ટ પર ક્રેશ લેન્ડિંગ બાદ વ્યવહાર અસ્તવ્યસ્ત

દુબઇ : અમિરાત એરલાઇન્સની વિમાન દુર્ઘટનાનાં કેટલાક ફોટો સામે આવી રહ્યા છે. બુધવારે તિરુવનંતપુરમથી દુબઇ પહોંચેલી ફ્લાઇટનું દુબાઇમાં ક્રેશ લેન્ડિંગ થયું હતું. લેન્ડિંગની તોડી જ ક્ષણો બાદ વિમાનમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઇ હતી. માત્ર ગણત્રીની સેકન્ડમાં 282 મુસાફરો અને 18 ક્રુ મેમ્બર્સને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા.

દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીનાં જણાવ્યા પ્રમાણે 28 એરલાઇન્સે પોતાની 200 ફ્લાઇટ કેન્સલ કરે છે. મળતી માહિતી અનુસાર એરપોર્ટ પર બધુ જ રાબેતા મુજબ થવામાં શનિવાર સુધીનો સમય લાગી શકે છે. બીજી તરફ દુર્ઘટનાનાં કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે. દુબઇનાં આ એરપોર્ટને દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે.

આ એરપોર્ટ પરથી 153થી વધારે ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે. વધારે ટ્રાફીકનાં કારણે વર્ષ 2013માંવધુ એક એરપોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેનું આન અલ મખદુમ એરપોર્ટ છે. ચાર મહિના પહેલા ફ્લાય દુબઇ એરલાઇન્સનું એક એરક્રાફ્ટ રશિયાનાં રોસ્ટોવ ઓન દોનમાં ક્રેશ લેન્ડિંગ થયું હતું જેમાં 61 લોકોનાં મોત થયા હતા.

સાઉદીની સિવિલ એવિએશન ડિરેક્ટર સેફ અલ સુવૈદીએ કહ્યું કે 13 લોકોને સામાન્ય ઇજાઓ થઇ છે. પરંતુ આ લોકોનાં જીવ બચાવવા દરમિયાન એક ફાયર ફાઇટરનું મોત નિપજ્યું હતું. શેખનાં પ્રમાણે આ કોઇ સિક્યુરિટી ઇશ્યુ નથી. તેને ઓપરેશન ઇન્સીડેન્ટ કહેવું જ યોગ્ય ગણાશે. જો કે આ ઘટનાં કેમ બની ? તે સ્પષ્ટ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઇટમાં 226 ભારતીય, 24 બ્રિટિશર્સ અને 11 સાઉદી નાગરિક હતા.

You might also like