દુબઇમાં એમિરેટ્સની ફ્લાઇટનું ક્રેશ લેન્ડિંગ

દુબઇ: દુબઇ એરપોર્ટ પર તિરઅનંતપુરમથી ઉડેલી એમિરેટ્સ ફ્લાઇટ નંબર EK521ની ક્રેશ લેન્ડિંગ થયું છે. જો કે આ દુર્ઘટનામાં કોઇ પણ યાત્રીને નુકસાન પહોંચ્યું ન હોવાનું સામે આવ્યું છે અને દરેક નાગરિકને સુરક્ષિત નિકાળવામાં
આવ્યા છે.

દુબઇ સરકારે મીડિયા ઓફિસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઘટના પછઝી સંબંધિત અધિકારી એરપોર્ટ પર હાજર છે અને દરેકની સુરક્ષા સુનિશ્વિત કરી રહ્યા છે. આ ફ્લાઇટમાં 275 યાત્રી અને ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતાં.


દુબઇ એરપોર્ટથી જનારી દરેક ફ્લાઇટ મોડી પડી હતી. એમીરેટ્સ વિમાનના ક્રેશ લેન્ડિંગ પછી ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 0471-3377337 જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ હેલ્પાલાઇન નંબર છે, યૂએઇ-8002111, બ્રિટેન- 0442034508853, અમેરિકા 0018113502081

You might also like