વ્યાજદર યથાવતઃ લોન લેનારને EMIમાં કોઈપણ રાહત ન મળી

નવી દિલ્હી : રિઝર્વ બેકે તેની દ્ધિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જારી કરતા આજે ધારણા પ્રમાણે જ તમામ ચાવીરૃપ પોલિસી રેટમાં કોઇ ફેરફાર કર્યા ન હતા. રેપો રેટને યથાવત ૬.૭૫ ટકાના દરે અને સીઆરઆરને યથાવત ચાર ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આરબીઆઇએ કહ્યુ છે કે પોઝિટીવ ડેટા પ્રિન્ટ્સના આધાર પર પોલિસીમાં વધારે ફેરફાર કરવામાં આવનાર છે.

આરબીઆઇએ જીડીપી આગાહીના ૭.૪ ટકાના અંદાજમાં પણ કોઇ ફેરફાર કર્યો નથી. પોલિસી સમીક્ષા જારી કરતા આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને કહ્યુ હતુ કે તે વધુ પોલિસી ફેરફાર અંગે કોઇ દિશામા આગળ વધતા પહેલા સાતમા વેતન પંચની ફુગાવા પર અસર અંગે ધ્યાન આપશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અગાઉ ૨૯મી સપ્ટેમ્બરના દિવસે ભારે અપેક્ષા વચ્ચે તેની દ્ધિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી.

જેમાં રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને અપેક્ષા કરતા પણ વધારે ૫૦ બેઝિક પોઇન્ટનો ચાવીરૃપ રેપો રેટમાં ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા. આની સાથે જ રેપો રેટ ઘટીને ૬.૭૫ ટકા થઇ ગયો હતો. રેપોરેટ સાડા ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. રિવર્સ રેપોરેટ ૫.૭૫ ટકા, એમએસએફ ૭.૭૫ ટકા, બેંકરેટ ૭.૭૫ ટકા થયો છે.

નાણાકીય નીતિ સમીક્ષા નિવેદન જારી કરતાં રાજને કહ્યું હતું કે, અમારી છેલ્લી પોલિસી સમીક્ષા બાદથી સ્થિતિમાં સુધારો થયો છે. વિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. હવે મુખ્ય ધ્યાન વર્ષ ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવાને ઘટાડીને ૫ ટકા સુધી લાવવાનો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રાજન છેલ્લા કેટલાક દિવસથી નાણા મંત્રાલય અને ઈન્ડસ્ટ્રી તરફથી દબાણ હેઠળ હતા.

કારણકે નાણા મંત્રાલય અને ઈન્ડસ્ટ્રી દ્વારા ઈકોનોમી રિકવરીની ગતિને ઝડપી કરવા વ્યાજદરમાં કાપની માંગ કરી રહ્યા હતા. રાજને કેશ રિઝર્વ રેસિયોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આ દર યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઇએ આ વર્ષે પહેલાથી જ હજુ સુધી પોલિસી રેટમાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે.રાજન હાલમાં નાણાં મંત્રાલય તરફથી તીવ્ર દબાણ હેઠળ હતા.

તેમના પર સરકાર ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાજદરમાં કાપ મુકવા માટે દબાણ લવાઇ રહ્યુ હતુ. આર્થિક રિક્વરીની ગતિને ઝડપી કરવા તેમના પર દબાણ હતુ. તેમણે કહ્યુ હતુ કે જાન્યુઆરી ૨૦૧૬ સુધી ફુગાવાના છ ટકાના ટાર્ગેટને હાંસલ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. ૨૯મી સપ્ટેમ્બર પહેલા આરબીઆઇએ ચોથી ઓગષ્ટના દિવસે તેની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી.

જેમાં આરબીઆઇએ વ્યાજદરને ધારણા પ્રમાણે જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે પોલિસી સમીક્ષા રજૂ કરવામાં આવ્યા બાદ હવે બજાર પર તેની અસર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વ પણ એક દશકના લાંબા ગાળા બાદ હવે પ્રથમ વખત ડિસેમ્બર મહિનામાં યુએસ રેટમાં વધારો કરે તેવી શક્યતા દેખાઇ રહી છે. રિટેલ ફુગાવો જાન્યુઆરી સુધી ૬ ટકા અને માર્ચ સુધી ૫ ટકા સુધી થાય તેવી શક્યતા છે.

બેંક બેલેન્સ સીટને ક્લિનઅપ કરવા માટે પણ પગલા લેવામાં આવનાર છે. ફાર્મા અને ઈલેક્ટ્રોનિક નિકાસમાં રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવ્યા બાદ હવે છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા બીજી ફેબ્રુઆરીના દિવસે જારી કરાશે.લોન લેનારને ઈએમઆઈમાં કોઈ રાહત મળી નથી.

કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં હજુ સુધી આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ૧૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ ૧૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હોવા નથી.

You might also like