ઊભરતા દેશોમાં ભારતનો દેખાવ વધુ સારો હશે

મુંબઇ: દેશમાં જોવા મળી રહેલા આર્થિક સંકેતોની અસરથી ઊભરતા અન્ય દેશોની સરખામણીએ ભારતનો દેખાવ સારો હશે. મોર્ગન સ્ટેન્લીના મત મુજબ દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારત એક મોટું બજાર છે અને તેને ચોક્કસ ફાયદો થશે.

મોર્ગન સ્ટેન્લીના મત મુજબ જાન્યુઆરીના મધ્યથી એપ્રિલના મધ્ય સુધીમાં ઊભરતા દેશોની સ્થિતિ ખૂબ જ મજબૂત હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજના દરમાં વધારો કરવાના બહાર આવેલા અહેવાલોના પગલે ડોલરમાં ફરી એક વખત મજબૂતાઇ જોવાઇ હતી, જ્યારે વિશ્વના ઇમર્જિંગ દેશોના ચલણમાં ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા જતા ભાવ સંદર્ભે મોર્ગન સ્ટેન્લીએ ભારત માટે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ક્રૂડમાં ભાવવધારો ભારત માટે નકારાત્મક સાબિત થઇ શકે છે એટલું જ નહીં જીએસટી બિલ ભારત માટે મહત્ત્વનું છે, જે લાગુ થવાની આશા વ્યક્ત કરી હતી. આગામી એક વર્ષમાં આરબીઆઇ દ્વારા ૫૦ બેઝિસ પોઇન્ટનો વ્યાજદરમાં ઘટાડો થવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું હતું.

You might also like