Categories: Business

ભારત સિવાય અન્ય ઊભરતા દેશોમાં આર્થિક વૃદ્ધિમાં ઘટાડાનું સંકટઃ વિશ્વ બેન્ક

મુંબઈ: ભારત સિવાય દુનિયાના અન્ય ઊભરતા દેશોમાં સતત પાંચમા વર્ષે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વિશ્વ બેન્કના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૦થી નાણાકીય રોકાણમાં ઘટાડો, કૂડ સહિત અન્ય કોમોડિટીના ભાવમાં ઘટાડાની અસર ઊભરતા દેશો ઉપર પડી રહી છે. વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુના જણાવ્યા પ્રમાણે ઝડપથી આર્થિક વૃદ્ધિ નોંધાયા બાદ દુનિયાના ઊભરતા બજારો પ્રેશરમાં આવી ગયા છે. તેઓના કહેવા પ્રમાણે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડાના કારણે આ દેશો માટે ગરીબી દૂર કરવાનું લક્ષ્યાંક વધુ કઠિન બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૦ બાદ બે દસકા સુધી ઊભરતા બજારોનો વૈશ્વિક જીડીપીમાં હિસ્સો બમણો થઈ ગયો છે. ઊભરતા બજારો આર્થિક વૃદ્ધિનું નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ના સમયગાળા દરમિયાન વૈશ્વિક વૃદ્ધિદરમાં ઊભરતા દેશોના બજારોનું યોગદાન એક અંદાજ મુજબ ૬૦ ટકા રહ્યું છે.

પાછલા વર્ષે એનડીએ સરકાર શાસનમાં આવા જ દેશનો આર્થિક વિકાસ વધે તે માટે કેટલાય પગલા ભર્યા હતા અને તેને કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. જ્યારે તેની સરખામણીમાં દુનિયાના અન્ય ઊભરતા દેશોમાં રોકાણનો પ્રવાહ ધીમે પડ્યો છે. તેની અસર તેઓના આર્થિક વિકાસ ઉપર થઈ રહ્યો છે.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

1 day ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago