ગોવામાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એલ્વિસ ગોમ્સ પર ગોટાળાનો આરોપ

નવી દિલ્હી : ગોવામાં પહેલીવાર ચુંટણી લડી રહેલ આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાના મુખ્યમંત્રી પદનાં ઉમેદવારના નામની જાહેરાત કરી દિધી. પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર માટે પુર્વ જેલઆઇજી એલ્વિસ ગોમ્સના નામની જાહેરાત કરી છે. જો કે એલ્વિસ ગોમ્સને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવ્યા બાદ રાજ્યમાં પાર્ટી માટે મુશ્કેલી પેદા થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એલ્વિસ ગોમ્સ એક આઇએએસ અધિકારી રહી ચુક્યા છે. તેમણે સરકાર પર બ્યૂરોક્રેટ્સની સાથે ભેદભાવનો આરોપ લગાવતા જેલ આઇજી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગોમ્સે આ વર્ષે જુલાઇમાં સ્વૈચ્છિક સેવાનિવૃતી લીધી હતી. તેઓ આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

ગત્ત જુનમાં ગોમ્સની વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરોના એક જમીન ગોટાળામાં કેસ દાખલ કર્યો છે. જો કે ગોમ્સે આરોપોને ફગાવી દીધા છે અને એસીબીના એફઆઇઆરને બોમ્બે હાઇકોર્ટની ગોવા ખંડપીઠમાં પડકારી છે.

You might also like