ISIS આતંકવાદી બગદાદી ફરી એક વખત બચી ગયો

મોસ્કો : રશિયાએ મંગળવારે કહ્યું કે તે આ વાતની પૃષ્ટી નથી કરી શકતું કે ગત્ત મહીને યુદ્ધ પ્રભાવિત સીરિયામાં તેની સેના દ્વારા કરવામાં આવેલા હૂમલામાં આઇએસઆઇએસ વડો અબુ બકર અલ બગદાદીનું મોત નિપજ્યું છે. રશિયાનાં ઉપ વિદેશમંત્રી ગેન્નેડી ગાતિલોવે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટનો વડો અલ બગદાદીનું મોત નિપજ્યાની હજી સુધી પૃષ્ટી નથી થઇ.

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાશે રશિયન કૂટનીતિજ્ઞનાં હવાલાથી કહ્યું કે હજી સુધી રશિયન સેનાએ 4 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આતંકવાદી સંગઠનની તથાકથિત રાજધાની રક્કામાં 28 મેએ કરવામાં આવેલા હવાઇ હૂમલામાં નિપજ્યું હોઇ શકે છે કે તેણે બગદાદીને ઠાર માર્યો હોય. રશિયન મંત્રીએ આ અંગેનાં એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. અમેરિકાનાં સંરક્ષણ અધિકારીઓએ પણ ગત્ત અઠવાડીયે કહ્યું હતુ કે તેઓ બગદાદીનાં મોતનાં સમાચારની પૃષ્ટી નથી કરતા.

You might also like