સંગીતની દુનિયામાં લેજન્ડ ગણાતા એલ્ટન જ્હોન મોબાઈલ ફોન રાખતા નથી

લંડન: અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન ન હોય એ વાત ગળે ઊતરતી નથી અને તેમાંય સેલિ‌બ્રિટી સોશિયલ મીડિયાથી દૂર રહે તો તે નવાઈની વાત જ ગણાય. સંગીતની દુનિયાના લેજન્ડ ગણાતા એલ્ટન જ્હોને તાજેતરમાં અાપેલા અેક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું કે તેઅો પોતાની પાસે પોતાનો મોબાઈલ ફોન રાખતા નથી. સરની ઉપા‌િધ મેળવેલા ૬૮ વર્ષના એલ્ટન જ્હોનના પાર્ટનર ડે‌વિડ ફર્નિસ તેમનું ઇન્સ્ટાગામ પેજ હેન્ડલ કરે છે. ‌ટ્વિટર એકાઉન્ટ સંભાળવા માટે તેમણે અાખો સ્ટાફ રાખ્યો છે. ૨૦ અબજ કરતાં પણ વધુ સંપત્તિ ધરાવતા એલ્ટનને પોતાની જ દુનિયામાં રહેવું ગમે છે અને તેથી તેઅો ફોન રાખતા નથી.

You might also like