નવી પેઢીના ગેઝેટને વીજળી સપ્લાય કરશે ઈલેક્ટ્રોનિક ટેટુ

વોશિંગ્ટન: દુનિયાભરના વિજ્ઞાની આગામી પેઢી માટે ઇલેકટ્રોનિક ઉપકરણ તૈયાર કરવાના પ્રયાસમાં લાગેલા છે. આ પહેરી શકાતાં ગેઝેટ આકારમાં અત્યંત નાનાં હશે. આજ કારણ છે કે તેના માટે વીજળી સપ્લાયની સિસ્ટમ પણ અલગ હશે. આ દિશામાં અમેરિકાના વિજ્ઞાની એક મોટી સફળતા મેળવી છે.

તેમણે સર્કિટ જેવાં અત્યંત લચીલાં ટેટૂ વિકસાવ્યા છે. જેથી આગામી પેેઢીના પહેરી શકાતાં ગેઝેટને વીજળી સપ્લાય કરી શકાશે. વિજ્ઞાની એક પ્રિન્ટરની મદદથી તે તૈયાર કર્યાં છે.

વિજ્ઞાનીના જણાવ્યા મુજબ આ ટેટૂને તરલ મિશ્રિત ધાતુમાંથી બનાવાયાં છે જેથી તેનાથી વિદ્યુતનો પ્રવાહ થઇ શકે. તેને આપણે સરળતાથી સ્કિન પર ટેટૂની જેમ લગાવી શકીએ છીએ અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેની એક મોટી ખાસિયત આ પ્રક્રિયામાં ખર્ચ ઓછો થાય છે તે પણ છે.

બાળકોનાં ટેટૂની જેમ લાગશે
વિજ્ઞાની તેને લગાવવા માટે બાળકોવાળાં ટેટૂની રીતની પસંદગી કરી છે. ખૂબ જ સરળ રીતે તે પાણીથી સ્કિન લગાવી શકાશે. વિજ્ઞાનીના જણાવ્યા મુજબ ટેટૂ જેવા અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણો માટે જટિલ નિર્માણ ટેકનિકનો પ્રયોગ કરવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ સ્થાનને અનુરૂપ કામ પણ કરે છે. તેનાથી સારું આઉટપુટ મેળવવા માટે કેટલીક વિશેષ પરિસ્થિતિઓની જરૂર હોય છે. જેથી તેનું ક્ષેત્ર સીમિત થઇ જાય છે.

કેવી રીતે તૈયાર કરાયું
અમેરિકા સ્થિત કારનેગી મેલોન યુનિવર્સિટીના એસોસીએટસ પ્રોફેસર કર્મેલ મજિદી કહે છે કે તેને તૈયાર કરવા માટે અમે એક ડેસ્કટોપ ઈન્જેકટ પ્રિન્ટરનો પ્રયોગ કર્યો. આ પ્રિન્ટરની મદદથી અમે અસ્થાયી ટેટૂ પેપર પર સિલ્વર નેનો કણોનાં નિશાન પ્રિન્ટ કર્યાં. ત્યાર બાદ આ કણોને અમે ગેલિયમ ઇન્ડિયમ મિશ્ર ધાતુથી કોટ કર્યા. આ મિશ્ર ધાતુ પ્રિન્ટેડ સર્કિટની વિદ્યુત ચાલકતા વધારવાની સાથે તેને યાંત્રિક રીતે મજબૂતી પણ પ્રદાન કરે છે. આ ટેટૂ બનાવવામાં ખર્ચ ઓછો આવે છે.

You might also like