શું વીજબીલ વધારે આવે છે તો આ રીતે કરો મીટર ચેક

અમદાવાદ : શું તમારા ઘરે પણ વિજળીનું બિલ વધારે આવે છે તેવું તમને લાગી રહ્યું છે. તો તમે પણ તેને ચેક કરી શકો છો. ઘણી વખત વિજળીનું મીટર ખરાબ થઇ જવાનાં કારણે તે વધારે રીડિંગ બતાવે છે, કેટલી વખત વિજળીનો વપરાશ ન હોવા છતા પણ બિલ મોટુ આવે છે. જો કે તેને સમજવુ થોડુ મુશ્કેલ છે. જો કે તેવા સમયે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેનાથી વિજળીનાં વપરાશ અંગે માહિતી મેળવી શકાય છે.

ઘરમાં વિજળીનાં બોર્ડમાં લાલ કલરનું ઇન્ડીકેટરમાં વિજળીનો વપરાશનું સુચક છે. માટે તે જાણવુ ખુબ જ જરૂરી છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતા વિજળીનાં ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કઇ રીતે થાય. જરૂરિયાત પુરી થતા જ તેને બંધ કરી દેવામાં આવે. ઘરમાં વપરાતા દરેક ઉપકરણ પર તેના ઉપયોગ અંગે સ્પષ્ટ સુચનાઓ લખેલી હોય છે કે તે કેટલા વોટ વિજળીનો ઉપયોગ કરે છે.

સામાન્ય રીતે ઘરમાં ઉપયોગ થનારા ટીવી 100 વોટનાં હોય છે. જો તેને રોજ 10 કલાક વાપરવામાં આવે તો તેનો અર્થ થો કે રોજ તેમાં 1 યૂનિટ વિજળીનો વપરાશ થાય. આ રીતે મહિને 30 યુનિટ વિજળીનો વપરાશ થયો.

આ રીતે ઘરનાં વિવિધ ઉપકરણોનાં ઉપયોગનાં આધારે એક ચાર્ટ તૈયાર કરો અને તેની આસપાસનાં યુનિટ જો રીડિંગમાં આવે તો તમારૂ મીટર યોગ્ય કામ કરી રહ્યું છે નહી તો તેને બદલવા અથવા તો ચેક કરવા માટે કંપનીને જણાવી શકો છો.

You might also like