ઈસનપુરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પતિને પત્નીએ ઝૂડી નાખ્યો

અમદાવાદ: ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પતિએ પત્ની વિરુદ્ધમાં મારઝૂડ કરવાની ફરિયાદ દાખલ કરાવી છે. ઇસનપુર વિસ્તારના ગોંવિદવાડીમાં આવેલ સેતુધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને એસ.જી.હાઇવે પર આવેલી એક કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પરેશભાઇ વ્રજલાલ મહેતાનાં લગ્ન સોનલબહેન ઉર્ફે મેહલબહેન સાથે થયાં હતાં. પરેશભાઇ નોકરી પરથી મોડા આવતાં રાતના 11 વાગ્યાની આસપાસ સોનલબહેને પરેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં સોનલબહેન ઉશ્કેરાઇ જતાં પરેશભાઇને લાફો મારીને ગડદાપાટુંનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. પરેશભાઇ સીધા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. પરેશભાઇને શરીર પર પડેલાં મારનાં નિશાન તેમજ નખ વાગવાથી નીકળેલા લોહીનાં નિશાન પોલીસે જોતાં સોનલબહેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like