ઈલેક્ટ્રિક વાહનોને રૂ. 4,000 કરોડની સબસિડી મળશે

નવી દિલ્હી: નાણાં મંત્રાલય ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા માટે રૂ. ૪ હજાર કરોડની સબસિડીને મંજૂરી આપી શકે છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં આ યોજનાના અમલ માટે રૂ.૧૨,૨૦૦ કરોડની માગણી કરી હતી. યોજનાના બીજા તબક્કામાં સબસિડી માત્ર ઇલેક્ટ્રિક બસ અને તમામ શ્રેણીનાં વાહનો માટે ચાર્જિંગ માળખું લગાવવા માટે છે.

હાલ ફેમ ઇન્ડિયા-૧ હેઠળ પ્રોત્સાહન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી માટે આપવામાં આવે છે. યોજના હેઠળ ટેક્નોલોજીના આધારે બેટરી સંચાલિત સ્કૂટર અને બાઇક માટે પણ રૂ.૧૮૦૦થી લઇને રૂ.૨૯ હજાર વચ્ચેનું ઇન્સેન્ટિવ માટે પાત્ર છે, જ્યારે ત્રિચક્રી વાહનોમાં ૩૩૦૦થી ૬૧,૦૦૦ વચ્ચે ઇન્સેન્ટિવ મળે છે.

સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે રૂ. ૪ હજાર કરોડની સબસિડી આપવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કેબિનટ પાસેથી યોજનાના બીજા તબક્કાને એક પખવાડિયાની અંદર મંજૂરી મળવાની આશા છે.

You might also like