ફત્તેહવાડીમાં વ્યાપક વીજચોરીઃ ૧૮૮ ગેરકાયદે વીજ જોડાણ મળ્યાં

અમદાવાદ: શહેરના ફત્તેહવાડી અને જુહાપુરા વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ટોરેન્ટ પાવર કંપનીને મળી હતી. જેના પગલે ગઈકાલે મોટા પોલીસ કાફલા સાથે ટોરેન્ટ પાવરના કર્મચારીઓએ ફત્તેહવાડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમ્યાન ૧૮૮ ગેરકાયદે જોડાણ મળી આવ્યાં હતાં. જેમાં આશરે રૂ. ૬૦થી ૬૫ લાખની વીજ ચોરી બહાર આવી હતી. ટોરેન્ટ પાવરના કર્મચારીઓએ ઝોન સાતના અને વેલપુર પોલીસ સ્ટેશનના મોટા પોલીસ કાફલા સાથે ફત્તેહવાડી વિસ્તારમાં આવેલાં મકાનોનાં વીજ જોડાણનું ચેકિંગ હાથ ધર્યું હતું.

૫૪૧ જગ્યાએ ચેકિંગ દરમ્યાન ૧૮૮ ગેરકાયદે જોડાણ મળી આવ્યા હતા. અલ હારુન રેસિડન્સીના ૫૬ ફ્લેટ મીટર વગરના મળી આવ્યા હતા. ટોરેન્ટ પાવરની ઇલેક્ટ્રિક ડીપીમાંથી ડાયરેકટ વીજ જોડાણ આપવામાં આવ્યું હતું. આ મામલે ફત્તેહવાડીના રહેવાસી સલીમખાન પઠાણ, સુલતાનખાન પઠાણ, મોહસીનખાન પઠાણ, જુનૈદ ઉર્ફે ટુકડી શેખ, વસીમ અને સદ્દામ પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

You might also like