થાંભલા પરથી જીવતો વીજ વાયર પડતાં ત્રણ બાઇકસવાર યુવાનનાં મોત નીપજ્યાં

અમદાવાદ: દક્ષિણ ગુજરાતના આમોદ તાલુકાના વાંસણા ગામના ત્રણ યુવાનો બાઇક પર નોકરી પરથી ઘેર જઇ રહ્યા હતા ત્યારે થાંભલા પરથી જીવતો વીજ વાયર પડતાં શોટ લાગતાં ત્રણેય યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ અંગેની વિગત એવી છે કે આમોદ તાલુકાના વાંસણા ગામના બારિયા ફ‌િળયામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સંદીપ પરમાર, વિશાલ પાટણવાડિયા અને રોહિત પરમાર આ ત્રણેય યુવાનો નોકરી કરી બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે રોડ પર વેચડા ગામ પાસે ભેંસાસુર મંદિર પાસે થાંભલા પરથી જીવતો વીજ વાયર આ ત્રણેય યુવાનો પર પડતાં ત્રણેયનાં ઇલે‌િકટ્રક શોટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઇ આ અંગે વીજ કંપનીને જાણ કરતાં વીજ સપ્લાય અટકાવી દેવાયો હતો. પોલીસે ત્રણેયના મૃતદેહને પી.એમ. માટે આમોદની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે અને વીજ કંપની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

You might also like