વીજ માફિયા સમીર મનસૂરી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

અમદાવાદ: બહેરામપુરા વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શન આપીને દર મહિને લાખો કરતાં વધુની ધીકતી કમાણી કરીને વીજ મા‌િફયા બની ગયેલા સમીર મનસૂરી વિરુદ્ધમાં પોલીસે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી છે. બે દિવસ પહેલાં રામરહીમના ટેકરા પાસે એક પરિણીત યુવતીનું કરંટથી મોત થયું હતું, જેમાં ટોરેન્ટ પાવરની ‌િવ‌િજલન્સ ટીમે તપાસ કરતાં ગેરકાયદે વીજ કનેક્શનનું કૌભાંડ સામે આવ્યું હતું.

રામરહીમના ટેકરા પર રહેતી 28 વર્ષીય શા‌િહન જાંબુવાલા રવિવારે બપોરે ચા બનાવવા માટે ઇલે‌િક્ટ્રક સગડી પાસે ગઇ ત્યારે એકાએક કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. શા‌િહનના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ગેરકાયદે વીજ પુરવઠો પૂરો પાડતા શખ્સો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટેની માગણી કરાઇ હતી. રામરહીમના ટેકરા પર રહેતા સ્થાનિકોએ આક્ષેપ કર્યાે છે કે સલીમ મનસૂરી ઉર્ફે સલીમ લાઇટવાલા અને તેનો ભાઇ દર મહિને 300 રૂપિયા લઇને પાંચ હજાર કરતાં વધારે મકાનમાં ગેરકાયદે લાઇટનાં કનેક્શન આપે છે અને લાખો રૂપિયા કરતાં વધુની ધીકતી કમાણી કરે છે.

રવિવારે શા‌િહનના મોત બાદ પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવીને તપાસ શરૂ કરી હતી અને ટોરેન્ટ પાવરની ટીમને જાણ કરી હતી. ગઇ કાલે ટોરેન્ટ પાવરની ટીમ તેમજ એફએસએલની ટીમે ઘટનાસ્થળે શા‌િહનના ઘરે જઇને તપાસ કરતાં જાણવા મળ્યું કે ગેરકાયદે વીજ કનેક્શનના કારણે શા‌િહનનું કરંટ લાગતાં મોત થયું છે. ટોરેન્ટ પાવરે ગેરકાયદે વીજ કનેક્શન હોવાનો રિપોર્ટ પોલીસને આપતાં દાણીલીમડા પોલીસે સલીમ તેમજ તેના ભાઇ વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી છે.

http://sambhaavnews.com/

You might also like