યૂપીમાં રેલીનો રવિવાર, PM મોદી સહિત રાહુલ-અખિલેશ સંબોધશે રેલીઓ

લખનઉ: પંજાબ અને ગોવામાં ચૂંટણી યોજાયા બાદ હવે રાજકારણીઓની નજર યૂપી પર પડી છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેરઠમાં પહેલી ચૂંટણીની રેલી હતી. રવિવારે મોદી અલીગઢમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવવાની તૈયારીમાં છે.

તો બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પૂરું ધ્યાન યૂપી પર લગાવી દીધું છે. સપાની સાથે ગઠબંધન બાદ રાહુલ ગાંધી ખૂબ જ ઉત્સાહીત છે. એ યૂપીમાં કોંગ્રેસને કોઇ પણ સંજોગે સારી સ્થિતિમાં લાવવા ઇચ્છે છે. રવિવારે ફરી એક વખત રાહુલ અખિલેશની જોડી એક સાથે જોવા મળશે. રાહુલ અને અખિલેશની ત્રીજી સંયુક્ત જનસભા રવિવારે કાનપુરમાં જ થઇ રહી છે.

PM મોદીનો કાર્યક્રમ:
પ્રધાનમંત્રીના કાર્યક્રમ અનુસાર બપોરે એક વાગ્યે નવી દિલ્હીના સફદરગંજ એરપોર્ટથી રવાના થશે. અલીગઠમાં 1.50 વાગ્યે નુમાઇશ ગ્રાઉન્ડના હેલીપેડ પર એમનું ચોપર લેન્ડ થશે. 1.55 વાગ્યે હેલીપેડથી રેલી સ્થળ પર રવાના થશે. 2 થી 3 વાગ્યાની વચ્ચે પીએમ મોદી સભા સંબોધન કરશે. 3.15 વાગ્યે હેલીકોપ્ટરથી દિલ્હી રવાના થઇ જશે.

આ સભામાં અલીગઢના શહેર કોલ, અતરોલી, છર્રા, બરોલી, ખેર અને ઇગલાસ ઉપરાંત હાથરસ અને આસપાસના જિલ્લાના કાર્યકર્તાઓ પહોંચશે. ખાસ વાત એ છે કે અતરોલી વિધાનસભા સીટને કલ્યાણ સિંહનો ગઢ માનવામાં આવે છે.

આ છે રાહુલ અખિલેશની તૈયારી:
બં સંયુક્ત રોડ શો બાદ રાહુલ અકિલેશ ત્રીજી વખત કાનપુરમાં એક સાથે જોવા મળવાની તૈયારીમાં છે. ગઠબંધન બાદ આ રાહુલ ગાંધી અખિલેશ યાદવની પહેલી સંયુક્ત જનસભા હશે. આ પહેલા બંનેએ લખનઉ અને આગરામાં સંયુક્ત રોડ શો કર્યો. રાહુલ અખિલેશની સંયુક્ત રેલી જીઆઇસી ગ્રાઉન્ડમાં થવાની છે. તમને જણાવી દઇએ કે રવિવારે જ રાહુલ ગાંધી કાનપુર પહોંચતા પહેલા બીજી એક જનસભા સંબોધિત કરશે. રાહુલ પહેલા સહારનપુર જિલ્લાના ગંગોહમાં આલમપુર ગ્રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરશે.

કાનપુરની સંયુક્ત રેલીમાં હાજરી આપવા માટે રાહુલ અને અખિલેશ રવિવારે અલગ અલગ વિશેષ વિમાનોથી 1.30 વાગ્યે કાનપુર પહોંચશે. બંનેના હેલીકોપ્ટર પોલીસ લાઇન પર લેન્ડ કરશે. અહીંથી બંને નેતા પહેલા હોટલ લેન્ડમાર્ક જશે. એટલે કે રાહુલ અને અખિલેશ આશરે 5 કલાક કાનપુરમાં પસાર કરશે.

નોંધનીય છે કે યૂપીમાં સાત ચરણોમાં થનારી વિધાનસભાની ચૂંટણીની 11 ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. અલીગઢ, મેરઠ, બાગપત સહિત 15 જિલ્લાની 73 વિધાનસભા સીટોની પહેલા ચરણમાં વોટિંગ થવાનું છે.

You might also like