સુપ્રીમ કોર્ટે કહ્યું: ભણતરને લગતી ખોટી માહિતી આપવાથી ચુંટણી રદ્દ થશે

ચુંટણી લડનારા ઉમેદવારો માટે શૈક્ષણિક યોગ્યતા છૂપાવવી અથવા ખોટી માહિતી આપવી હવે જોખમી સાબિત થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મતદાતાને ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જાણવાનો મૂળભૂત અધિકાર છે. એવામાં ચુંટણી ઢંઢેરામાં ખોટી માહિતી આપવા બદલ ચુંટણી પણ રદ્દ થઈ શકે છે.
કોર્ટના જણાવ્યા પ્રમાણે, જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈ અને ફોર્મ 26 માં પણ સ્પષ્ટ છે કે ઉમેદવારની ફરજ છે કે તે શૈક્ષણિક લાયકાત વિશે સાચે સાચી માહિતી આપે. અદાલતે એવી પણ વ્યવસ્થા કરી છે કે ચુંટણીમાં બે ઉમેદવાર છે અને એ સાબિત થઈ ગયું છે કે વિજયી ઉમેદવારીની નોંધણી પત્ર ખોટી રીતે સ્વીકારમાં આવ્યું છે તો ચુંટણી હારનાર ઉમેદવાર માટે એમ સાબિત કરવું જરૂરી નથી કે ચુંટણી હકીકતમાં પ્રભાવિત થઈ છે.

 

You might also like