રાજ્યસભાની 58 બેઠકો પર યોજાશે ચૂંટણી, ગુજરાતની 4 બેઠકો અને ઉત્તરપ્રદેશની 10 બેઠકોનો સમાવેશ

ન્યૂ દિલ્હીઃ રાજ્યસભાની 58 બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષોએ પૂર્ણજોશથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. 16 રાજ્યની 58 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.

જેમાં ગુજરાતની 4 બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપે હવે રાજ્યસભામાં વધુમાં વધુ સભ્યોને મોકલવા માટેની તૈયારી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે 58 બેઠકોમાંથી 10 રાજ્યની 33 બેઠકો પર સભ્યો બિનહરીફ ચૂંટાયાં છે અને તેમાં પણ ગુજરાતની ચારેય બેઠકો પરથી ભાજપનાં 2 અને કોંગ્રેસનાં 2 સભ્યો બિનહરીફ ચૂંટાઇ આવ્યાં છે.

બિનહરીફ ચૂંટાયા છે તેમાં ભાજપ તરફી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા અને કોંગ્રેસ તરફથી અમી યાજ્ઞીક તેમજ નારણ રાઠવાનો સમાવેશ થાય છે. જ્યારે માત્ર 6 રાજ્યની 25 બેઠકો પર આજે મતદાન યોજાશે. જેમાં ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર 11 ઉમેદવારો જંગે ચડેલ છે.

તેમાં ભાજપનાં 9 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સભ્ય સંખ્યા મુજબ ભાજપની 8 બેઠકો તો નક્કી છે જ્યારે 1 બેઠક સમાજવાદી પાર્ટીનાં ફાળે જઈ શકે છે તો 1 બેઠક પર ભાજપ અને વિપક્ષ વચ્ચે પણ ટક્કર થઈ શકે એમ છે.

You might also like