ચૂંટણી કમિશ્નરની ઈ.વી.અેમ. મશીનના સ્ટ્રોંગરૂમની મુલાકાત

અમદાવાદ: અાગામી તા, ૨૨મીઅે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેનાં ઉપલક્ષ્યમાં અાજે રાજય ચૂંટણી કમિશ્નર ડો. વરેશ સિંહાઅે બી.જે. મેડિકલ કોલેજ ખાતે શાહીબાગ, અસારવા અને શાહપુર વોર્ડ માટેના ઈ.વી.અેમ. મશીન રાખવાના સ્ટ્રાેગ રૂમની અાકસ્મક મુલાકાત લીધી હતી.

ચૂંટણી કમિશ્નરે ઈ.વી.અેમ. મશીનની તૈયારીઅોનું નિરીક્ષણ કરી ચૂંટણી તૈયારીઅોની સમીક્ષા કરતાં ઉપસ્થત અધિકારીઅોને જરૂરી સૂચના-નિર્દેશ અાપ્યા હતાં.તેઅોઅે અા વેળાઅે ઉપસ્થત ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઅો સાથે મુલાકાત કરી ઈ.વી.અેમ. મશીનોનું તેમની રૂબરૂમાં નિરીક્ષણ કરી ઉમેદવારોના ઈ.વી.અેમ. અંગેના પ્રશ્નોનું નિદર્શન સાથે નિરાકરણ પૂરું પાડયું હતું.

ડો. વરેશ સિંહાઅે ઈ.વી.અેમ. પર બેલેટ લગાવવાની તથા સીલ કરવાની પ્રક્રિયા ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઅો, ઉમેદવારોની હાજરીમાં મોક પોલ કરી ડેલ કંપની દ્વારા તૈયાર કરાયેલા નવા અપગ્રેડેડે નોેટા બટન સહિતના ઈ.વી.અેમ.ના મોક પોલ અને ટેસ્િંટગની કામગીરીને પ્રત્યક્ષ નીહાળી હતી.

ચૂંટણી ઉમેદવારોઅે પણ ચૂંટણી પંચની પારદર્શકતા, હકારાત્મકતા અને ત્વરિતતા તથા સંબંધિત રિટર્નિંગ અધિકારીના સહકાર અને સમજણ અાપવાના અભિગમની કમિશ્નર સમક્ષ કરી ચૂંટણી તૈયારીઅો અંગેનો પોતાને સંતોષ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી પંચની અા મુલાકાત વેળાઅે રાજય ચૂંટણી પંચના સચિવ મહેશ જાેષી, જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેકટર રાજકુમાર બેનીવાલ, નિવાસી અધિક કલેકટર, અે.બી. ગોર. ચૂંટણી અધિકારી બી.અેમ. પટેલ તથા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અને અધિકારીઅો- કર્મચારીઅો ઉપસ્થત રહ્યા હતાં.

You might also like