EC એ સ્વિકારી AAPની EVM ચેલેન્જ, આજે તમામ પક્ષ સાથે સીધી વાત

નવી દિલ્હીઃ ચૂંટણી વિભાગે ઇવીએમ સાથે છેતરપીંડીની લઇને તમામ રાજકિય દળો સાથે સીધી વાત કરશે. બેઠકમાં ચૂંટણી વિભાગ રાજનીતિક દળોને ઇવીએમ ચેલેન્જ તરીકે દર્શાવશે. સાથે જ એક ડેમો દ્વારા જણાવશે કે તેમણે કેવી રીતે ઇવીએમ ચેલેન્જમાં  વોટિંગ મશીનમાં છેતરપીડીને સાબિત કરવાની છે. રાજનીતિક દળોએ બે અને ત્રણ સ્તરમાં છેતરપીંડી સાબિત કરવાની રહેશે. આ ઉપરાંત નિર્વાચન વિભાગ ચૂંટણીમાં ધનના ઉપયોગને સજ્ઞાન ગુનાની શ્રેણીમાં લાવવા અને આરોપ નક્કી થવા પર અયોગ્ય નક્કી થવા અંગેના મુદ્દા પર રાજનીતિક દળો સાથે વાતચીત કરશે. એટલું જ નહીં ચૂંટણી વિભાગ રાજનીતિક દળોના ફાળાને પારદર્શી બનાવવા અંગે પણ રાજનીતિક દળો સાથે વાત કરશે. હાલ આમ આદમી પાર્ટીના વિદેશ ફંડને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં છે.

ચૂંટણી વિભાગ સાત રાષ્ટ્રીય રાજનીતિક દળો અને 48 ક્ષેત્રીય દળોની બેઠક બોલાવશે. સાથે જ ચૂંટણી વિભાગે ઇવીએમ અને ઇવીએમમાંથી નિકળનારી ચીઠી વીવીપીઇટીને લઇને રાજનીતિક દળો પાસે બેઠકમાં સંબધિત એજન્ડા મોકલશે. સાથ જ વીવીપીઇટીની પુનઃ ગણના સંબધિત નિયમો અંગે ચૂંટણી વિભાગ રાજનીતિક દળોને એજન્ડા દસ્તાવેજ મોકલશે. વિભાગે સાત મે પહેલા રાજનીતિક દળો પાસે લેખિત સલાહ માંગી હતી. ચૂંટણી વિભાગનું કહેવું છે કે 20 કરોડ રૂપિયાથી વધારે ફાળો રોક્કડમાં ન હોવું જોઇએ. આ ઉપરાંત વર્ષનો 20 ટકાથી વધારે ફાળો રોક્કડમાં ન હોવો જોઇએ. સાથે જ આટલી રોક્કડ રકમ માટે આવકવેરા વિભાગ તરફથી છૂટ મળવી જોઇએ. બે હજારથી વધારેના ગુપ્ત ફાળા પર કોઇ જ પ્રતિબંધ નહીં હોય.

http://sambhaavnews.com/

You might also like