પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર, 11 માર્ચે જાહેર થશે પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર ડૉ. સૈયદ નસિમ અહેમદ ઝૈદી દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ગોવા-પંજાબની ચૂંટણીઓનું જાહેરનામું તા. 5મી જાન્યુઆરી, પંજાબની ચૂંટણીઓ માટેનું જાહેરનામું 12મી જાન્યુઆરી, ઉત્તરાખંડનું જાહેરનામું 10મી જાન્યુઆરી તથા યુપીનું જાહેરનામું તા. 12મી જાન્યુઆરીના બહાર પાડવામાં આવશે. કેટલાક મતવિસ્તારોમાં સેના તથા સશસ્ત્ર બળોના જવાનો માટે ઈ-વોટિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

મતદાન – તારીખ જાહેર

ઉત્તરપ્રદેશ – સાત તબક્કામાં મતદાન થશે

  • પ્રથમ તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરી
  •  બીજા તબક્કાનું મતદાન – 15 ફેબ્રુઆરી
  •  ત્રીજા તબક્કાનું મતદાન – 19 ફેબ્રુઆરી
  •  ચોથા તબક્કાનું મતદાન – 23 ફેબ્રુઆરી
  •  પાંચમા તબક્કાનું મતદાન – 27 ફેબ્રુઆરી
  •  છટ્ઠા તબક્કાનું મતદાન – 04 માર્ચ
  •  સાતમા તબક્કાનું મતદાન – 08 માર્ચ 

ઉત્તરાખંડ 15 ફેબ્રુઆરી મતદાન

ગોવા 04 ફેબ્રુઆરી મતદાન

પંજાબ 04 ફેબ્રુઆરી મતદાન

મણીપુર – બે તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કાનું મતદાન – 4 માર્ચે બીજા તબક્કાનું મતદાન – 8 માર્ચે

પરિણામ – તારીખ પાંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11 માર્ચે જાહેર થશે

ઉમેદવારોએ વધારાની એફિડેવિટ દાખલ કરવાની રહેશે. જેમાં સરકારી ખાતાઓની રકમ નીકળતી ન હોવાનું જણાવવું પડશે. ઉમેદવારે જાહેર કરવું પડશે કે તે ભારતનો નાગરિક છે તથા વિદેશના નાગરિકત્વ માટે અરજી નથી કરી. એફિડેવિટ પર તસવીર પણ લગાડવાની રહેશે. તમામ પોલિંગ બુથ પર પાયાની સુવિધાઓ હશે. અમુક પોલિંગ બુથને મોડલ બુથ તરીકે રજૂ કરવામાં આવશે. દિવ્યાંગો માટે દરેક બુથ પર વ્યવસ્થા કરવામાં આવશે. તથા ચૂંટણી કર્મચારી દ્વારા સંચાલિત હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે. તમામ વિધાનસભા બેઠક પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિનનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી પંચ અધિકાર મળેલો છે કે, જ્યારે એક કરતા વધુ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાતી હોય ત્યારે એકસાથે ચૂંટણીઓ ગોઠવવાની સત્તા મળેલી હોય છે. કુલ 690 વિધાનસભા બેઠકો પર ચૂંટણીઓ યોજાશે. જેમાંથી 100 અનુસૂચિત જાતિ તથા 23 અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે. લગભગ તમામ મતદાતાઓ પાસે ફોટોવાળું ચૂંટણી પત્ર છે. કુલ લગભગ 16 કરોડ મતદાતો તેમના અધિકારનો પ્રયોગ કરશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 27 મેના રોજ પૂરો થઇ જશે. જ્યારે ચાર રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ માર્ચ સુધી પૂરો થઇ જશે. ઉત્તર પ્રદેશને બાદ કરતા અન્ય તમામ રાજ્યોમાં ચૂંટણી એક જ દિવસે યોજવામાં આવશે. જ્યારે યૂપીમાં સાત ચરણમાં ચૂંટણી યોજવામાં આવશે.

વિભાગે કેબિનેટ સચિવ અને ચૂંટણી વાળા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં મુખ્ય સચિવોને મોકલેલા પત્ર સાથે સૂચનાઓની એક યાદી પણ મોકલી છે. જેને તેઓ ઘરે લઇ જઇને વાંચી શકશે સાથે ચૂંટણીની જાહેરાત સાથે તાત્કાલિક આચાર સહિંતા પણ અમલમાં આવી જાય. વિભાગ દ્વારા શું કરવું અને શું ન કરવું તે અંગે સૂંપૂર્ણ યાદી તૈયાર કરવામાં આવી છે.

home

You might also like