VIDEO: કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્ય ચૂંટણીપંચે પોતાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવતીકાલથી ગુજરાતનાં પ્રવાસે આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે. જોતિ સાથે આવનારી ટીમ ગુજરાતમાં બે દિવસ રોકાશે.

બે દિવસ દરમ્યાન વિધાનસભાની ચૂંટણીઓ અંગે રિવ્યૂ બેઠકો પણ કરશે. રાજકીય પક્ષો સાથે બેઠક કરીને વિવિધ રજૂઆતોને સાંભળશે. આ સિવાય રાજ્યનાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ સાથે જ રાજ્યનાં તમામ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજીને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવશે.

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ બે દિવસ સુધી ગુજરાતમાં રોકાશે. આ ટીમ રાજકીય પક્ષો સાથે માત્ર ચર્ચા વિચારણા જ નહીં પરંતુ ચૂંટણીમાં વાંધાવચકાનાં મુદ્દે પણ વિવિધ રજૂઆતો પણ સાંભળશે.

તેમનાં બે દિવસનાં પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ રાજકીય પક્ષો સાથે તેમજ જિલ્લા કલેકટરો અને પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી શકે છે એટલે કે વહીવટીતંત્ર તેમજ કાયદો અને વ્યવસ્થા મુદ્દે પણ તેઓ સમીક્ષા કરી શકે છે.

You might also like